અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનાં મઢ, દ્વારકામાં આવતા યાત્રાળુઓની સુવિધા માટે 20 કરોડની જોગવાઈ
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ રૂ.550 કરોડની જોગવાઇ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે રૂ.300 કરોડની જોગવાઇ કરાઈ છે.આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા રૂ.100 કરોડની દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે રૂ.95 કરોડની નાના શહેરો/આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે ટશફબશહશિું ૠફા ઋીક્ષમશક્ષલ યોજના હેઠળ રૂ.78 કરોડની વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે રૂ.20 કરોડની ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક (ઉડાન)ના વિઝન અંતર્ગત છયલશજ્ઞક્ષફહ ઈજ્ઞક્ષક્ષયભશિંદશિું જભવયળયના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા રૂ.20 કરોડની જોગવાઇ કરાઈ છે.
આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ(આશાપુરા) તેમજ ગીરનાર ખાતે મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા માઁ નર્મદા પરિક્રમા પથ ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા રૂ.20 કરોડની જોગવાઇ કરાઈ છે.
લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા અર્થે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ એટ લોથલ માટે જોગવાઇ કરાઈ છે.
ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા વેડ ઇન ગુજરાત કેમ્પેથઇન માટેનું આયોજન.આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે, માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રી મહોત્સવ અને શબરી ધામ શ્રી રામ શબરી મિલન મહોત્સવ ઉજવવા તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટે જોગવાઇ કરાઈ છે.
