કરવેરા વિનાનું ફિલગુડ બજેટ રજૂ કરતા નાણામંત્રી;ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટુ રૂા.૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ

ગુજરાતનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદૃાજપત્ર આજે તા.૧૮મીએ વિધાનસભા ગ્ાૃહ ખાત્ો નાણાં મંત્રી કનુભાઇ દૃેસાઇએ રજુ કર્યું હતું, ગ્ાૃહમાં બજેટ રજુ કરતા પહેલાં ત્ોઓની ટીમ સાથે નાણાંમંત્રી પ્રથમ તસવીરમાં નજરે પડે છે જ્યારે ગ્ાૃહમાં મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બજેટ રજુ કરતા કનુભાઇ દૃેસાઇ અન્ય તસવીરોમાં શ્યમાન થાય છે.

સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન

ચાર શહેરોમાં i-Hub રીજનલ સેન્ટર બનશે

બે હજાર નવી આંગણવાડીઓ બનાવાશે

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વેના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દૃેસાઈએ રાજયની જનતાને ફીલગુડ કરાવ્યું છે અને એક પણ રૂપિયાનો નવો વેરો લાદૃયો નથી જયારે બજેટ કદૃ વધીને રૂા.૪.૦૮ લાખ કરોડ થયું છે સર્વાંગી રીતે રાજયના વિકાસનો વેગ જળવાઈ રહે તે માટે આ બજેટમાં અનેકવિધ જોગવાઈઓ કરવામાં આવી છે.
વિધાનસભાના સત્રના ત્રીજા દિૃવસે આજે નાણામંત્રીએ રજુ કરેલ બજેટનું કદૃ રૂા.૪૦૮૦૫૩ કરોડ જાહેર કરવામાં આવ્યું છે સૌથી મહત્વનું રાજયને અને અમદૃાવાદૃને કોમનવેલ્થ અને ઓલીમ્પીકના આયોજન માટેનું પ્લાનીંગ આ બજેટમાં શરૂ કરાયુ છે અને પ્રથમ વખત ગુજરાતમાં સ્પોર્ટસ ક્ષેત્ર માટે રૂા.૧૨૭૮ કરોડની સૌથી મોટી જોગવાઈ કરવામાં આવી છે.

રાજયના બજેટમાં ગત વર્ષની સરખામણીએ રૂા.37803 કરોડનો વધારો કરતા કનુભાઈ દેસાઈ


તો બીજી તરફ રાજયને નોલેજ સ્ટેટ તરીકે પણ વિકસાવવા માટે ગાંધીનગરમાં ખાસ નમો લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવશે જેમાં ડીજીટલ અને ફીઝીકલ બન્ને પ્રકારની વ્યવસ્થા હશે અને ખાસ કરીને આ લાઈબ્રેરી દૃેશની સૌથી મોટી લાઈબ્રેરી બની રહે તે જોવા માટે સરકારે નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ગુજરાતમાં ખેતી માટે રૂા.૧૧૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજની જે જોગવાઈ કરવામાં આવી છે તેને આગળ ધપાવવામાં આવી છે. ઉદ્યોગ ક્ષેત્રે ઈજ ઓફ ડુઈંગ બીઝનેશમાં સરકારે અનેક કાનૂની સુધારા કરવાની જાહેરાત કરી છે.
રાજયમાં થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને બજેટમાં તે સંદૃર્ભમાં કોઈ કરવેરા લાદૃવામાં આવ્યા નથી જો કે સરકાર દ્વારા આ બજેટમાં ફાળવણીમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજયના ગૃહ વિભાગ માટે રૂા.૧૪૨૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પોલીસ દૃળને આધુનિક બનાવવા માટે ટેકનોલોજીસભર પોલીસ સ્ટેશનો ઉભા કરવા અને દૃરેક જીલ્લામાં આ પ્રકારે એક મોડેલ પોલીસ સ્ટેશન ઉભુ કરાશે.
સરકાર દ્વારા પ્રથમ વખત એન્ટીડ્રોન સીસ્ટમ ખરીદૃવા માટે રૂા.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને સૌથી મહત્વનું સેડયુલ કાસ્ટ અને સેડયુલ ટ્રાઈબના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ મર્યાદૃા વધારીને રૂા.૬ લાખ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા મનરેગાના સ્થાને દૃાખલ કરાયેલી વીબી જી રામ જી યોજના માટે રૂા.૧૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.નાણામંત્રી કનુભાઈ દૃેસાઈએ તેમના બજેટ પ્રવચનમાં જાહેર કર્યું હતું કે ગરીબ, યુવા અન્નદૃાતા અને નારી શકિત એટલે કે ઋઢઅગને વધુ સશકત બનાવવાની જોગવાઈઓ છે અને રાજય સરકારના મુડી ખર્ચમાં પ્રથમ વખત ૧૭% જેવો વધારો થયો છે અને રૂા.૨૩૪૬૯ કરોડ થયુ છે.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂા. 2910 કરોડની જોગવાઇ કરાઇ છે જે મુજબ ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે 2102 કરોડ, અટલ સ્વાન્તવ: સુખાય યોજના અંતર્ગત સરકારી કર્મચારી/અધિકારીને તેમની વ્યક્તિગત રૂચિ અને સર્જનાત્મકતા સાથે નવીન જાહેર હેતુના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહિત કરવા 7 કરોડની જોગવાઇ કરાઇ છે.

બજેટ આંકડામાં: રૂા.૨૫૫૨૭ કરોડની મહેસુલી પુરાંત
નાણામંત્રી કનુભાઈ દૃેસાઈએ આજે રજુ કરેલા બજેટનું કદૃ રૂા.૪૦૮૦૫૩ કરોડ નિશ્ર્ચિત કર્યું છે જેની સામે રાજય સરકારનો મહેસુલી ખર્ચ રૂા.૨૪૬૦૧૬ કરોડ જયારે મુડી ખર્ચ રૂા.૧૫૭૩૫૮ કરોડ દૃર્શાવાયો છે. આમ ૨૦૨૬-૨૭ માટે કુલ ફાળવણી અગાઉના વર્ષના બજેટ કરતા ૧૦.૨ ટકા વધી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષમાં રૂા.૨૫૫૮૭ કરોડની મહેસુરી પુરાંત દૃર્શાવાઈ છે. રાજય સરકારની ખાધ ૧.૯૭ ટકા રહી છે. જયારે જાહેર દૃેવું ૧૪.૭ ટકા રહૃાું છે. આમ આગામી વર્ષના બજેટમાં ગત વર્ષ કરતા રૂા.૩૭૮૦૩ કરોડનો વધારો થયો છે.

૨૦૨૬ને ગુજરાતના પ્રવાસન વર્ષ તરીકે જાહેર:રૂા.૫૦૯૬ કરોડની ફાળવણી
ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટમાં લોકોને ધાર્મિક સહિતના પ્રવાસન અને સહેલાણી તરીકે રાજયમાં અલગ અલગ વિસ્તારોમાં ફરી શકે તે માટે અલગ અલગ જોગવાઈ કરી છે. ૨૦૨૬ને ગુજરાતના પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરેલ છે જેમાં રમત ગમત મંત્રાલય માટે રૂા.૨૦૦૬ કરોડ, પ્રવાસન અને યાત્રાધામ અને નાગરીક ઉડયન માટે રૂા.૩૦૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત અરવલ્લી પર્વત માળાની આજુબાજુ ગ્રીન બેલ્ટ સહેલાણી વિસ્તાર સ્થાપિત કરાશે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે રૂા.૮૦૦ કરોડ, નમો શકિત સોમનાથ દ્વારકા એકસપ્રેસ વે પ્રોજેકટ માટે રૂા.૩૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

હાઇ સ્પીડ કોરિડોર, રસ્તા-પુલ અને ટ્રાફિકનું ભારણ હળવું કરવા માસ્ટર પ્લાન

રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે રૂ.૧૦૦૦૮ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂ.૫૬૦૦ કરોડની જોગવાઇ.
આદિૃજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે રૂ.૯૫૦ કરોડની જોગવાઇ.
અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે રૂ.૧૬૩૩ કરોડની જોગવાઇ.

ગાંધીનગરમાં દૃેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે

વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિૃવસે આજે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદૃાજપત્ર ગૃહમાં રજૂ થયું છે. પ્રશ્ર્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદૃ નાણામંત્રી કનુભાઇ દૃેસાઇએ બજેટ રજૂ કર્યું છે. જેમાં યુવા શક્તિને મજબૂત કરવા અને સમાન અવસર આપવાના કેટલાક પગલાંનું ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગરમાં દૃેશની સૌથી મોટી અને આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવાશે.
નાણામંત્રી કનુભાઇ દૃેસાઇએ જણાવ્યું કે ફમ્-ય્ ઇછસ્ ય્ (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારીમાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે. કામના દિૃવસો ૧૦૦ થી વધારી ૧૨૫ કરવામાં આવ્યા છે, જેના માટે કુલ રૂ.૧૫૦૦ કરોડનું આયોજન કર્યું છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતની વસ્તીમાં ૩૬% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા માટે અને સમાન અવસર આપવા માટે સામાજિક ન્યાય, આદિૃજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૯૭ લાખ વિદ્યાર્થીઓને રૂ.૫૯૬૭ કરોડની શિષ્યવૃત્તિ માટે જોગવાઇ કરું છું.
ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિૃજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં કૅરિયર ઘડણ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદૃા સિવાય અને વાર્ષિક રૂ.૨.૫૦ લાખ આવક મર્યાદૃા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. શિષ્યવૃત્તિનો લાભ વધુ વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે વાર્ષિક આવક મર્યાદૃા રૂ.૨.૫૦ લાખથી વધારીને રૂ.૬ લાખ કરવાની જાહેરાત કરું છું.
આદિૃજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઇન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા

રૂપિયો ક્યાંથી આવશે?
કેન્દ્રીય વેરામાંથી ૧૪.૨%
બિન કરવેરા આવકમાંથી ૭.૪%
રાજ્ય કરવેરા આવકમાંથી ૨૦.૮%
ય્જી્માંથી ૧૯.૮%
જનતા પાસેથી ૨.૫%
રિકવરી ઓફ લોન એડવાન્સમાંથી ૫.૭%

રૂપિયો ક્યાં ખર્ચાશે?
બિન વિકાસલક્ષી ખર્ચ ૨૨%
વિકાસલક્ષી ખર્ચ ૬૪.૯%
જાહેર દૃેવાની ચુકવણી પાછળ ૧૦.૭%
લોન અને એડવાન્સમાં ૧.૭%
કુલ ચોખ્ખી લેવડ-દૃેવડમાં ૦.૩%

અમદૃાવાદૃ શહેર બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી

ગુજરાતના નાણામંત્રી કનુ દૃેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દૃેસાએ બજેટ દૃરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં દૃરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે. અમદૃાવાદૃને સ્પોર્ટ્સ હબ બનાવવા બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.
વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી તરીકે વિકસાવવા માટે સરકારે રૂ. ૧૨૭૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદૃાવાદૃને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સજ્જ કરવામાં આવશે. આ રોકાણ માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં પરંતુ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે પણ મોટો ઉછાળો લાવશે તેવું માનવામાં આવે છે.
અમદૃાવાદૃ શહેરમાં વિશ્ર્વકક્ષાની સુવિધાઓ ધરાવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. રમતવીરો અને પ્રેક્ષકોની અવરજવર માટે સ્પોર્ટ્સ વેન્યુઝને મેટ્રો અને મ્ઇ્જી જેવી આધુનિક જાહેર પરિવહન સેવાઓ સાથે જોડાશે.
રમતગમત ક્ષેત્રે રૂ. ૧૩૩૧ કરોડની જોગવાઇ
અમદૃાવાદૃને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને જીફઁ સ્પોર્ટસ એક્ધ્લેવના વિકાસ માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ.
વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે રૂ.૧૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
અમદૃાવાદૃ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ.૧૦૧ કરોડની જોગવાઇ.
કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા રૂ.૧૦૦ કરોડની જોગવાઇ.
ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ.
વૈશ્ર્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે રૂ.૯૦ કરોડની જોગવાઇ.
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂ.૨૨૬ કરોડની જોગવાઇ.
રાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે રૂ.૫ કરોડની જોગવાઇ.
જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે રૂ.૧૨૮ કરોડની જોગવાઇ.
૪ સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે.
નવરચિત ૧૭તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.
ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે રૂ.૮ કરોડની જોગવાઇ.
નિયામકશ્રી, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે રૂ.૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

બજેટમાં શિક્ષણ માટે રૂપિયા ૬૩,૧૮૪ કરોડ ફાળવાયા

ફ્રી બસ પાસ અને સ્કોલરશિપ સહિત ૧૩ મોટી જાહેરાત

રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બિલ્ડીંગ અને અન્ય માળખાગત સુવિધાઓને આધુનિક બનાવાશે

ગુજરાતના નાણામંત્રી કનુ દૃેસાઈએ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ગાંધીનગર સ્થિત વિધાનસભા સત્રમાં રાજ્યનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી તરીકે સળંગ ૫ મી વખત અંદૃાજપત્ર રજૂ કરીને તેમણે ગુજરાતના રાજકારણમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. રાજ્યની ભાવિ પેઢીના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા અને વિદ્યાર્થીઓને વૈશ્ર્વિક કક્ષાનું માળખું પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ વર્ષના કુલ ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાના વિક્રમી બજેટમાં શિક્ષણ વિભાગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ૯૭૪ કરોડ રૂપિયાની પુરાંત ધરાવતા આ બજેટમાં માત્ર શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે જ કુલ ૬૩,૧૮૪ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ માટે બસ પાસથી લઈને સ્કોલરશિપ સુધીની અનેક કલ્યાણકારી જાહેરાતો કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયોને શૂન્ય પર લાવવા અને સરકારી શાળાઓને હાઇટેક બનાવવા માટે બજેટમાં નીચે મુજબની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે:મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ: રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બિલ્ડીંગ અને અન્ય માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે ૩૦૫૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.નમો લક્ષ્મી અને ઇ્ઈ: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી નમો લક્ષ્મી યોજના ના અસરકારક અમલીકરણ માટે ૧૨૫૦ કરોડ રૂપિયા, જ્યારે રાઈટ ટુ એજ્યુકેશન (ઇ્ઈ) અંતર્ગત ખાનગી શાળાઓમાં ભણતા ગરીબ બાળકો માટે ૮૨૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

શહેરી વિકાસ માટે 33પ04 કરોડ ફાળવાયા : બ્રીજ માટે 3પ0 કરોડ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂા.33504 કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે. રાજ્યની લગભગ 48%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 16 હજાર 116 કરોડ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે 3354 કરોડ, અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે 2217 કરોડ, અમૃત મિશન 2.0 હેઠળ પાણી પુરવઠાની જોગવાઇ કરાઇ છે.

રિલેટેડ ન્યૂઝ