ભાટીયા રેલ્વે સ્ટેશન રૂ.6.42 કરોડના ખર્ચે અત્યાધુનિક બનશે

અમૃત ભારત યોજના હેઠળ મોટાભાગનું કામ પૂર્ણ

પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની દિશામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ’અમૃત ભારત સ્ટેશન યોજના’ (અઇજજ) અંતર્ગત રૂ. 6.42 કરોડના ખર્ચે ભાટિયા સ્ટેશનના નવનિર્માણનું કાર્ય મહદ અંશે પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્યકળા સાથે સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યું છે.જેમાં મુસાફરીનો અનુભવ બદલી નાખનારા મુખ્ય ફેરફારોમાં સ્ટેશનને સંપૂર્ણપણે ’દિવ્યાંગજન અને વડીલોને અનુકૂળ’ બનાવવામાં આવ્યું છે. વિશાળ સર્ક્યુલેટિંગ એરિયાના વિકાસથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર સરળ અને વ્યવસ્થિત બનશે. સ્ટેશનને નીચે મુજબની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.ભાટિયા રેલવે સ્ટેશનમાં સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવેશ માટે 2859.47 ચોરસ ફૂટમાં નવું સ્ટેશન બિલ્ડિંગ ફેલાયેલું છે. જેમાં અઈઙ ક્લેડિંગ, પ્લાસ્ટર અને ટાઇલ્સનું ફિનિશિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રવેશ અને નિકાસ દ્વારમાં મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા અને સરળ અવરજવર માટે 20-20 ફૂટ પહોળા દ્વાર બનાવવામાં આવ્યા છે. સ્ટેશન પોર્ચ 1210 ચોરસ ફૂટ વિસ્તારનો છે. જે મુસાફરોને ખરાબ હવામાનથી બચાવવાની સાથે આરામદાયક પ્રવેશ પ્રદાન કરે છે.અહીં મુસાફરો માટે પ્રતીક્ષા અને આરામ માટે વિશાળ કોનકોર્સમાં 1810 ચોરસ ફૂટના મોટો વિસ્તારમાં મુસાફરો ભીડભાડ વગર આરામથી રોકાઈ શકે છે. અહીં પ્રતીક્ષાલયનો વિસ્તાર પણ 2110 ચોરસ ફૂટનો છે, જે બહેતર વેન્ટિલેશન અને બેસવાની આરામદાયક વ્યવસ્થાથી સજ્જ છે. ડીલક્સ એસી વેઈટિંગ રૂમ માટે 373 ચોરસ ફૂટના વિશાળ પ્રીમિયમ રૂમ છે. જ્યાં મુસાફરો શાંત વાતાવરણમાં પ્રતીક્ષા કરી શકે છે.
પ્લેટફોર્મ નંબર 1 થી 3 સુધી 12950 ચોરસ ફૂટનો વિસ્તૃત કવર શેડ છે જે મુસાફરોને તડકા અને વરસાદથી રક્ષણ આપે છે. અહીં પાર્કિંગ અને સરળ અવરજવર માટે 3920.15 ચોરસ ફૂટનો સમર્પિત વિસ્તાર સાથે વાહનોના સરળ પ્રવાહ માટે 13 ફૂટ પહોળી અલગ પિક-અપ/ડ્રોપ-ઓફ લેન બનાવવામાં આવી છે. સ્ટેશન પરિસરના બહારના ભાગનો વિકાસ, જેનાથી વાહનોની અવરજવર વ્યવસ્થિત અને ટ્રાફિક મુક્ત બને તે માટે સર્ક્યુલેટિંગ એરિયા પણ નિર્માણ કરાયો છે. દિવ્યાંગજનોની સુવિધાઓ માટે સમર્પિત પાર્કિંગ સ્લોટ, ટેક્ટાઈલ ટાઇલ્સ, સાઈનેજ અને હેન્ડ રેલ જેવી વિશેષ સુવિધાઓ જેથી દિવ્યાંગ મુસાફરોને કોઈ અસુવિધા ન થાય. સાથે સુરક્ષા માટે નવા વીજ થાંભલા અને હાઈ માસ્ટ લાઈટ્સ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે સ્ટેશન સંપૂર્ણપણે પ્રકાશિત રહે. 1140.56 ચોરસ ફૂટનું નવું આધુનિક બાથરૂમ અને ટોયલેટ કોમ્પ્લેક્સ જે સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓથી યુક્ત છે. પ્લેટફોર્મની ફ્લોરિંગ (જીરિફભય) માં સુધારો કરવામાં આવ્યો છે. જેથી લપસી ન જવાય અને સુરક્ષા વધે.

મુસાફરોને સુરક્ષીત વાતાવરણ મળશે
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા મુજબ, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાટિયા સ્ટેશનનો આ પુન:વિકાસ મુસાફરો માટે સુગમતા અને ગરિમાપૂર્ણ મુસાફરીનો નવો માપદંડ સ્થાપિત કરશે. આધુનિક પ્રતીક્ષાલયોમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોનો અનુભવ વધુ સુખદ બનાવશે. આધુનિક માહિતી પ્રણાલી, બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત પ્રવેશ-નિકાસ મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે.

રિલેટેડ ન્યૂઝ