ભારતની સ્વચ્છ ઊર્જા યાત્રા હવે માત્ર લક્ષ્યો સુધી સીમિત રહી નથી, પરંતુ અમલીકરણના નવા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આવા સમયમાં ટેક્નોલોજી, ઉત્પાદન અને નીતિ સાથે જોડાયેલા સંવાદોને એક મંચ પર લાવતાં પ્લેટફોર્મ્સનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. આ જ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત – ઊભરતા ઊર્જા કેન્દ્ર તરીકે – ફરી એકવાર 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે દ સ્માર્ટર ઈનું આયોજન કરી રહ્યું છે. આ આયોજન ગુજરાતની સૌથી મોટી સ્વચ્છ ઊર્જા પ્રદર્શન તરીકે સ્થાપિત થઈ રહ્યું છે, જેને ઉદ્યોગ જગત ‘એનર્જીનું મહાકુંભ’ પણ કહી રહ્યું છે.
મેસ્સે મ્યુનખેન ઇન્ડિયા ના સીઈઓ અને આઈએમઈએ ના પ્રમુખ ભુપિંદર સિંહે જણાવ્યું કે ઊર્જા ક્ષેત્રની ચર્ચાઓનું સ્વરૂપ હવે બદલાઈ ગયું છે. ભારત હવે માત્ર ઇરાદાઓ પર ચર્ચા કરતું નથી, પરંતુ અમલીકરણ, સપ્લાય ચેન અને સ્થાનિક ઉત્પાદનની સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. દ સ્માર્ટર ઈ ઈન્ડિયા પણ આ જ બદલાવને દર્શાવે છે, તેથી ઉદ્યોગ હવે તેને એનર્જીનું મહાકુંભ માનવા લાગ્યો છેમ
વૈશ્વિક સ્તરે પણ ભારતના સ્વચ્છ ઊર્જા સંબંધિત નિર્ણયો પર નજર રાખવામાં આવી રહી છે. સોલર પ્રમોશન ઇન્ટરનેશનલ ના મેનેજિંગ ડિરેક્ટર ફ્લોરિયન વેસેન્ડોર્ફે જણાવ્યું કે મોટા પાયે ઊર્જા પરિવર્તન કેવી રીતે અમલમાં મુકાય છે તેનું વૈશ્વિક ઉદાહરણ ભારત બની રહ્યું છે. અહીં થતા બદલાવ વૈશ્વિક સપ્લાય ચેન અને ટેક્નોલોજીકલ પ્રાથમિકતાઓને અસર કરે છે. દ સ્માર્ટર ઈ ઈન્ડિયામાં વધતી આંતરરાષ્ટ્રીય ભાગીદારી આ રસને દર્શાવે છે.
