દિલ્હીમાં લોરેન્સ બિશ્ર્નોઈના વકીલની કાર પર ગોળીબાર, એક ઘાયલ, આરોપીઓ ફરાર

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વ્યસ્ત કાશ્મીરી ગેટ વિસ્તારમાં મંગળવારે રાત્રે આશરે 10:30 વાગ્યે સનસનાટીભર્યી ઘટના બની. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની લીગલ ટીમ સાથે જોડાયેલા એક વકીલની કાર પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જ્યારે કારનું પાછળનું કાચ ચૂર-ચૂર થઈ ગયું છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.
ઘટના ઈંજઇઝ પાસે હનુમાન મંદિરની સામે બની. સૂત્રો અનુસાર, કારમાં કુલ પાંચ લોકો હતા. તેમાંથી દીપક ખત્રી નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે તે લોરેન્સ બિશ્ર્નોઈનો વકીલ છે અને ગેંગસ્ટરનું પ્રતિનિધિત્વ કરે છે. પોલીસ તેના દાવાની ચકાસણી કરી રહી છે.
જાણકારી મુજબ, વકીલ દીપક ખત્રી અને તેમના સાથી સંદીપ હનુમાન મંદિરના દર્શન માટે ગયા હતા. જ્યારે તેઓ કારમાં બેસીને આગળ વધ્યા ત્યારે બાઇક સવાર બદમાશોએ કારને ઘેરી લીધી અને આશરે ચાર રાઉન્ડ ગોળીઓ ચલાવી દીધી. ગોળીબારમાં સંદીપને ખભાની નજીક બે ગોળીઓ લાગી. ઘાયલ સંદીપને તાત્કાલિક અરૂણા આસફ અલી હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં તેની હાલત સ્થિર છે.
ડ્રાઇવરે તાત્કાલિક કારને ઝડપ આપીને સિવિલ લાઇન્સમાં આવેલા મેડન હોટેલ પાસે રોકી અને પોલીસને જાણ કરી. ઉત્તર જિલ્લા પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે આસપાસના ઈઈઝટ કેમેરાઓની ફૂટેજ જપ્ત કરીને હુમલાકારોની શોધખોળ શરૂ કરી દીધી છે. હજુ સુધી બદમાશો ફરાર છે અને હુમલાનો હેતુ સ્પષ્ટ થયો નથી. સોશિયલ મીડિયા પર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કારનું પાછળનું કાચ તૂટેલું અને ઘાયલ વ્યક્તિ રસ્તા પર બેઠેલો દેખાઈ રહ્યો છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ ચાલુ છે. હુમલાકારોની ઓળખ માટે ઈઈઝટ ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ