પાકિસ્તાનના ઇસ્લામીક નાટો સામે ઇઝરાયેલનું વધુ વ્યાપક લશ્કરી અને આર્થિક પ્લેટફોર્મ રચવા તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ યાત્રા અનેક રીતે મહત્વપૂર્ણ બની રહેશે અને ખાસ કરીને એક તરફ જ્યારે પાકિસ્તાન તુર્કી સહિતના દેશો સાથે ઇસ્લામીક નાટોનું સર્જન કરી રહ્યું છે તો તેનો જવાબ આપતા ઇઝરાયેલએ જે મહત્વપૂર્ણ પહેલ કરી છે તેમાં ભારતને પણ સામેલ કરશે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નૈતાનયાહુએ દેશની કેબીનેટ સમક્ષ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે આગામી સમયમાં ‘હેક્સાગોન’ સંગઠન રચવાની તૈયારી છે જેમાં મધ્ય પૂર્વ ઉપરાંત ભારત અને આરબ રાષ્ટ્રો તથા આફ્રિકન રાષ્ટ્રો અને મહત્વપૂર્ણ રીતે ગ્રીસ તથા સાઇપ્રસને પણ જોડવામાં આવશે. જો કે નેતાનયાહુએ કહ્યું હતું કે આ તકે વધુ માહિતી તેઓ જાહેર કરવા માંગતા નથી પરંતુ આગામી સમયમાં તે વધુ વ્યવસ્થિત રીતે જણાવશે. ઇઝરાયેલના વડાપ્રધાને જણાવ્યું કે આ સંગઠનના હેતુ દરેક દેશોમાં આંખ થી આંખ મીલાવીને વાસ્તવિકતા પારખી શકે, પડકારો ઉપાડી શકે અને ખાસ કરીને જે કટ્ટરવાદી ગઠબંધનો છે તેની સામે પછી તે શિયા હોય કે સુન્ની તેની સામે આ સંગઠન મોટું પરિણામ લાવી શકે છે અને તેના પર ભવિષ્યમાં આધાર રાખી શકાય છે. ઇઝરાયેલના વડાપ્રધાનની આ જાહેરાત ફકત આર્થિક જ નહીં પરંતુ ખાસ કરીને સલામતીના દ્રષ્ટિકોણ ઉપરાંત સમાન વિચારધારા ધરાવતા દેશોને એક મંચ પર લાવાનું છે જેને માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઇઝરાયેલના વડાપ્રધાન આગામી દિવસોમાં વાત કરશે.
સૌથી મહત્વનું એ છે કે વડાપ્રધાનની આ મુલાકાત ભવિષ્યમાં ભારતને હવાઇ હુમલા સામે એક સુરક્ષા છત્ર મળે તે માટે પણ ઇઝરાયેલની આયર્નડોમ વ્યવસ્થામાં પણ ભારતને જોડી શકે છે જેના મારફત ભારત માટે ભવિષ્યમાં એક અત્યાઆધુનિક હવાઇ સંરક્ષણ પ્રણાલી પણ મળી શકે છે જે મિસાઇલ ડ્રોન સહિતના હુમલાને રોકવામાં પણ અસરકારક સાબિત થઇ છે.
