હમાસ દ્વારા નિર્દૃોષ લોકોની હત્યા અસહૃા:મોદૃી

ઇઝરાયલી સંસદૃ ‘નેસેટ’ને સંબોધતા ભારતના વડાપ્રધાન

નવ વર્ષ બાદૃ ઇઝરાયલની બ્ો દિૃવસની મુલાકાત્ો ત્ોલઅવીવ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનું ઇઝરાયલના વડાપ્રધાન બ્ોન્જામિન ન્ોતન્યાહએ પ્રોટોકોલ તોડી ત્ોમના પત્ની સાથે એરપોર્ટ પર પહોંચી રેડ કાર્પ્ોટ સ્વાગત કર્યું હતું. વિમાનમાંથી ઉતરતા જ પીએમ નરેન્દ્ર મોદૃીન્ો ઇઝરાયલના વડાપ્રધાન ભેટી પડ્યા હતા. ત્યારબાદૃ યોજાયેલી દ્વિપક્ષીય બ્ોઠકમાં પણ ઇઝરાયેલના વડાપ્રધાન ન્ોતન્યાહએ પીએમ મોદૃીનું ગળે લગાવીન્ો અભિવાદૃન કર્યું હતું. બ્ોઠક શરૂ થતા પ્ાૂર્વે ઇઝરાયલેના વડાપ્રધાનના પત્ની વડાપ્રધાન મોદૃીનું શેકહેન્ડ કરી સ્વાગત કર્યું હતું. મોદૃીની આ મુલાકાત દૃરમિયાન ભારત-ઇઝરાયલ ડીફેન્સ ડીલ ત્ોમજ ટેકનોલોજી, વોટર મેન્ોજમેન્ટ, કૃષિ ક્ષેત્રે ભાગીદૃારી વધારવા પર ફળદૃાયી ચર્ચા થવાની સંભાવના છે.

ભારત પણ ત્રાસવાદૃથી પીડિત:ઇઝરાયેલ દૃુ:ખ સમજે છે
ઇઝરાયલી સંસદૃમાં ‘મોદૃી મોદૃીના નારા સાથે સ્ટેર્િંન્ડગ ઓવેશન અપાયુ

ઇઝરાયલની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ઇઝરાયલની સંસદૃ નેસેટને સંબોધન કર્યું હતું. જેરુસલેમમાં ઇઝરાયલી સંસદૃ, નેસેટ ખાતે પહોંચતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીને ઉભા થઈને તાળીઓથી વધાવી લેવામાં આવ્યા હતા.ઇઝરાયલી સંસદૃમાં ’મોદૃી-મોદૃી’ના નારા સાથે પીએમનું સ્વાગત કરાયું હતું.ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારા નેતન્યાહૂ પણ હાજર રહૃાા હતા.
મોદૃીએ પોતાના ભાષણની શરૂઆત “મિત્રતા, આદૃર અને ભાગીદૃારી” નો સંદૃેશ લાવવા માટે “વિશેષાધિકાર અને સન્માન” આપવા બદૃલ ઇઝરાયલનો આભાર માનીને કરી હતી.
બુધવારે ઇઝરાયલી સંસદૃને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે ભારતના વડા પ્રધાન તરીકે, હું ૧.૪ અબજ ભારતીયોની મિત્રતાનો સંદૃેશ લઈને આવ્યો છું. શેલોમ નમસ્તે.પીએમ મોદૃીએ ઇઝરાયલી સંસદૃમાં હમાસ પર પ્રહાર કરતા કહૃાું – નિર્દૃોષ નાગરિકોની હત્યા સહન ના થઇ શકેઇઝરાયલી સંસદૃને સંબોધતા, પીએમ મોદૃીએ હમાસની ટીકા કરતા કહૃાું, “નિર્દૃોષ નાગરિકોની હત્યા કોઈપણ િંકમતે અસહૃા છે. નિર્દૃોષોની હત્યા કોઈપણ િંકમતે વાજબી ઠેરવી શકાય નહીં. શાંતિનો માર્ગ હંમેશા સરળ નથી હોતો. પરંતુ શાંતિ લાવવાની આ પ્રક્રિયામાં ભારત હંમેશા તમારી સાથે છે. ગાઝામાં શાંતિ લાવવાના તમારા પ્રયાસોમાં ભારત તમારી સાથે ઉભું છે.”
પીએમ મોદૃીએ કહૃાું કે આતંકવાદૃ પર ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહૃાું છે. આતંકવાદૃ પર બેવડા ધોરણો સહન કરવામાં આવશે નહીં. આતંકવાદૃ પર અમારી શૂન્ય-સહિષ્ણુતા નીતિ છે. ભારત પ્રાદૃેશિક સ્થિરતા અને શાંતિ માટે ઉભું છે. ભારત અબ્રાહમ કરારનું સમર્થન કરે છે. યહૂદૃી સમુદૃાય ભારતમાં ભય વિના રહે છે. યહૂદૃી સમુદૃાયે ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. પીએમ મોદૃીએ કહૃાું કે તેમનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ ના રોજ થયો હતો, તે જ દિૃવસે ભારતે ઇઝરાયલને ઔપચારિક રીતે માન્યતા આપી હતી.
પ્રધાનમંત્રી મોદૃીએ ઇઝરાયલી સંસદૃમાં આતંકવાદૃ પર પ્રહાર કરતા કહૃાું કે આપણે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઇઝરાયલ પર થયેલા મુંબઈ હુમલા કે હમાસના હુમલાને ભૂલી શક્યા નથી.
પીએમ મોદૃીએ કહૃાું કે ભારત અને ઇઝરાયલ વચ્ચેનો સંબંધ ૨,૦૦૦ વર્ષ જૂનો છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં ૪,૦૦૦ ભારતીય સૈનિકોએ પોતાના જીવનું બલિદૃાન આપ્યું હતું. હાઇફામાં ભારતીય સૈનિકો શહીદૃ થયા હતા. હોલોકોસ્ટનો ઇતિહાસ અંધકારમય છે.નેતન્યાહૂએ ’પ્રિય મિત્ર’ મોદૃીનું નેસેટમાં સ્વાગત કર્યું હતું. ઇઝરાયલી વડા પ્રધાન કહે છે કે તેમના ભારતીય સમકક્ષની ઇઝરાયલ મુલાકાતથી તેઓ ” આ અગાઉ ક્યારેય આટલા પ્રભાવિત થયા નથી”.

રિલેટેડ ન્યૂઝ