બહારના દૃેશો પાસ્ોથી વસુલાતા ટેરિફથી અમેરિકાના લોકો પર ટેક્સનો બોજો ઓછો થશે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં અર્થતંત્ર અને વિદૃેશ નીતિને લઈને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફના નિર્ણયને રદૃ કરવામાં આવ્યા હોવા છતાં, ટ્રમ્પે નવા ‘ગ્લોબલ ટેરિફ દ્વારા પોતાનો ઈરાદૃો સ્પષ્ટ કરી દૃીધો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદૃમાં જ કહૃાું હતું કે મેં ૮ યુદ્ધ અટકાવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ મેં જ અટકાવ્યું. નહીંતર બંને દૃેશો વચ્ચે પરમાણુ યુદ્ધ છંછેડાયું હોત. મને પાકિસ્તાની પીએમએ કહૃાું હતું કે તમે સારું કર્યું આ યુદ્ધ અટકાવી દૃીધું નહીંતર કરોડો લોકોએ જીવ ગુમાવ્યા હોત. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરતા એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો છે. તેમણે કહૃાું કે, વિદૃેશી દૃેશો દ્વારા ચૂકવવામાં આવતા આ ટેરિફ આપણા દૃેશમાં ઇનકમ ટેક્સની આધુનિક પ્રણાલીનું સ્થાન લેશે. જેનાથી અમેરિકન નાગરિકો પરથી ટેક્સનો મોટો આર્થિક બોજ ઓછો થશે. ટ્રમ્પના મતે, જે દૃેશો દૃાયકાઓથી અમેરિકાને ‘લૂંટી રહૃાા હતા, તેઓ હવે અબજો ડોલરની ચૂકવણી કરી રહૃાા છે અને તેમ છતાં તેઓ ખુશ છે કારણ કે નવા કરારો થઈ ચૂક્યા છે.તાજેતરમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૬-૩ ના બહુમતીથી ટ્રમ્પ દ્વારા ૈંઈઈઁછ હેઠળ લાદૃવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ઠેરવી રદૃ કર્યા હતા. કોર્ટે કહૃાું હતું કે આ માટે સંસદૃની મંજૂરી જરૂરી છે. આ નિર્ણયને ટ્રમ્પે ‘દૃુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. જોકે, કોર્ટના આ આંચકાના ૨૪ કલાકની અંદૃર જ ટ્રમ્પે પોતાની સત્તાનો ઉપયોગ કરી ગ્લોબલ ટેરિફને ૧૦% થી વધારીને ૧૫% કરી દૃીધો છે.
તેમણે ચેતવણી આપી કે જો નવા સોદૃા નહીં થાય, તો તેઓ કાયદૃેસર રીતે વધુ કડક ટેરિફ લાદૃી શકે છે.સંબોધન દૃરમિયાન ટ્રમ્પે અમેરિકન પુરૂષ હોકી ટીમના ગોલકીપર કોનર હેલેબ્યુકને દૃેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ળીડમ‘ આપવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ ૨૦૨૬ વિન્ટર ઓલિમ્પિકના ફાઈનલમાં કેનેડાને હરાવીને ૪૬ વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે.
