વિશ્ર્વ માતૃભાષા દિન નિમિત્તે ’મળી માતૃભાષા મને ગુજરાતી’ શિર્ષક હેઠળ આયોજન થયું
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ- 26 અંતર્ગત માતૃભાષા સપ્તાહ ઉજવણી અન્વયે માતૃભાષા દિવસ નિમિતે. માધવ કલાવૃન્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર કોમ્યુનિટિ હોલ દામનગર ખાતે કવિ સંમેલન યોજાયુ હતુ. ડો. ભાગ્યેશ જહા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર નગરની પ્રેરણાથી ડો. જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ કવિ સંમેલન યોજાયું. જેમાં રાજુલાના કવિ જે.પી. ડેર દ્વાર તેમના રચિત ગઝલો તથા ગીતો રજુ કરીને શ્રોતાઓ ને મુગ્ધ કર્યા હતા. શશિભાઈ રાજ્યગુરુ કવિ ’હેમાળવી’ એ અબોલ જીવોની હાલ સમાજ મા ઉપેક્ષા થઈ રહી છે એવા માનવ આત ગાય તથા કૂતરાના ઘાસ ચારો અને રોટલા આપવાની સંવેદના રજુ કરીને ભાવકોના હ્યદયમાં કરૂણા પ્રગટાવવા સફળ રહ્યા હતા. કવિ પંકજ ચૌહાણ ’કમલ’ તેમની રચનાઓમાં સાંપ્રત સમય ના સમાજ મા માબાપ પર ની નિષ્ઠા અને ભાવના પરની રચનાઓ રજુ કરતા ભાવકો ભાવ વિભોર બન્યા હતા. કવિ સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે નટુભાઈ ભાતીયા મંત્રી મણીભાઈ પુસ્તકાલય દામનગરનુ વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ તેમજ ઘનશ્યમભાઈ પરમાર,વ્યવસ્થાપક કલા સંગમ દામનગર ઉપસ્થિત રહેલ 21 થી વધુ બાળકો દ્વારા ગુજરાતી ભાષાની વિવિધ કૃતિનું વાચન અને ગાયન કરવામાં આવેલ હતુ. કવિ સંમેલનનુ સંચાલન એડવોકેટ ઈતેષકુમાર મહેતાએ કરેલ તેમજ સમગ્ર આયોજન કુ. રાજેશ્ર્વરીબેન રાજ્યગુરુ દ્વારા કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની સફળ બનાવવામાં ભરતભાઈ રાજ્યગુરુ, પ્રમુખ માધવ કલાવૃન્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સુનિલકુમાર ઠાકોર વગરે જહેમત ઉઠાવેલ હતી.
