બોર્ડની પરીક્ષા સમયે એસ.ટી.ની બસ સમયસર દોડે તે માટે થઈ રજૂઆત

બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે એસટી બસો સમયસર દોડે તે માટે પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા એસટી ડેપોના મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ સુનિલભાઈ ગોહિલ સહિત તેમની ટીમના સભ્યોએ પોરબંદરના બસ ડેપો મેનેજરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કેધોરણ 10-જ.જ.ઈ. – ધોરણ 12-ઇં.જ.ઈ. ની જાહેર પરીક્ષામાં ગ્રામ્ય વિસ્તારની બસોના રૂટ ચાલુ રાખવા તથા બસો ના ટાઇમ માં કોઈ વિલંબ ના થાય તથા રૂટ પર આવતી કોઈપણ બસ કેન્સલ ના થાય એ બાબતે તકેદારી રાખવા અમારી માંગણી છે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાત માધ્ય. અને ઊ. માધ્ય. શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા તા.26/02/2025 થી તા.16/03/2026 દરમ્યાન ધોરણ-10(એસ.એસ.સી.) અને ધોરણ-12(એસ.એસ.સી.) સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા ના સ્થળોએ અને જિલ્લા ના સ્થળોએ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવનાર હોય, પરીક્ષા સ્થળો પર સમયસર પહોંચવા તથા પરીક્ષા પૂર્ણ થયે પરત નિવાસ સ્થાન પર પહોંચવા ગ્રામ્ય વિસ્તારના રૂટની બસો નિયમિત રીતે ચાલુ રહે તથા બસ ના ટાઇમ માં કોઈ વિલંબ ના રહે તથા કોઈ બસ રૂટ પર કેન્સલ ના થઈ તેવી વ્યવસ્થા કરવાની પોરબંદર જિલ્લા યુવા ભાજપપ્રમુખ હર્ષભાઈ ગોહેલ,મહામંત્રી લખુભાઈકારાવદરા, મહામંત્રી હર્ષ ભાઈ રૂઘાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ