ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફથી ભારત, ચીન અને બ્રાઝિલને વધારે ફાયદૃો થશે

અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદૃાને ટાંકીને ચીને કહૃાું હતું કે અમેરિકન કોર્ટે પણ જણાવી દૃીધું છે કે પ્રમુખ ટ્રમ્પે લાદૃેલા ટેરિફ ગેરકાયદૃે છે

નવી દિૃલ્હી: અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફ અંગેના ચુકાદૃા પછી ટ્રમ્પ સામે અનેક પડકારો ઊભા થયા છે. યુરોપીયન યુનિયન (ઇયુ)એ ટ્રમ્પને જણાવી દૃીધું છે કે તે અગાઉના ૧૦ ટકા ટેરિફમાં કોઈપણ પ્રકારનો વધારો સ્વીકાર નહીં કરે. બીજી બાજુ ટ્રમ્પના ૧૫ ટકા ગ્લોબલ ટેરિફથી ભારત, ચીન અને બ્રાઝિલને અન્ય દૃેશોની સરખામણીમાં વધારે ફાયદૃો થશે. અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદૃાને ટાંકીને ચીને કહૃાું હતું કે અમેરિકન કોર્ટે પણ જણાવી દૃીધું છે કે પ્રમુખ ટ્રમ્પે લાદૃેલા ટેરિફ ગેરકાયદૃે છે.
ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફ અંગે એક નવા ડેટા એનાલિસિસ મુજબ અનુમાન લગાવવામાં આવી રહૃાું છે કે ટ્રમ્પના ૧૫ ટકા ટેરિફના પગલાનો બ્રાઝિલ, ભારત અને ચીનને સૌથી વધુ ફાયદૃો થશે. ડેટાથી ખબર પડે છે કે જે દૃેશોની અમેરિકન પ્રમુખે આકરી ટીકા કરે છે તેમને ગ્લોબલ લેટ રેટ્સથી સૌથી વધુ ફાયદૃો મળવાની આશા છે. બ્રાઝિલના સરેરાશ ટેરિફ રેટમાં સૌથી વધુ ઘટાડો થશે, જે ૧૩.૬ ટકા હશે. બીજા ક્રમે ચીનના સરેરાશ ટેરિફમાં ૭.૧ ટકા તો ભારતના સરેરાશ ટેરિફમાં છ ટકા ઘટાડો થશે. ચીને પણ ટ્રમ્પને ચેતવણી આપી છે કે તે બિનજરૂરી ટેરિફ ન લાદૃે. તેના કારણે અનિશ્ર્ચિતતા વધે છે અને અમેરિકાએ પોતે જ પારોઠના પગલાં ભરવા પડે છે. ટેરિફથી બધાને નુકસાન જ છે.
દૃરમિયાન ચીને દૃાવો કર્યો કે અમે કહેલી વાતને અમેરિકન સુપ્રીમ કોર્ટે મહોર મારી દૃીધી છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે પોતાના જ પ્રમુખના પગલાંને ખોટું ઠેરવ્યું છે. આ બતાવે છે કે ટ્રમ્પના પગલાંને અમે સાવ એકતરફી અને વિવેકમુનસફી મુજબનું તથા તર્કવિહીન ગણાવ્યું તે વાત યોગ્ય હતી.
યુરોપીયન યુનિયન (ઇયુ)એ જણાવ્યું હતું કે અમેરિકાઅ જણાવવું જોઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદૃા પછી તે કયા પ્રકારના પગલાં ઉઠાવવાનું છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિ નિષ્પક્ષ, સંતુલિત અને પારસ્પરિક ફાયદૃાવાળા ટ્રાન્સએટલાન્ટિક વેપાર અને રોકાણ માટ સારી નથી જે ગયા વર્ષે વેપાર સમજૂતીમાં નક્કી થયું હતું. પંચે જણાવ્યું હતું કે ડીલ છેવટે ડીલ જ હોય છે. યુરોપીયન યુનિયનના પંચની પ્રતિક્રિયા પહેલાં કરતાં વધુ આકરી હતી. પહેલા તેણે ફક્ત એટલું જ જણાવ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદૃાનો અભ્યાસ કરી રહી છે. ઇયુએ જણાવ્યું હતું કે ઇયુ ઉત્પાદૃકોને સૌથી વધારે સગવડો મળવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પહેલેથી નક્કી અને બધા વેરાને સામેલ કરતી સરહદૃથી વધારે ટેરિફ ન વધારવા જોઈએ. અસંબંદ્ધ ટેરિફ વેપારને અવરોધે છે અને વૈશ્ર્વિક બજારોમાં વિશ્ર્વાસને નબળો પાડે છે.

રિલેટેડ ન્યૂઝ