કસ્તુરબા મહિલા મંડળ અને કસ્તુરબા ફાઉન્ડેશન દ્વારા પુષ્પાંજલિ અર્પણ, દિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓને નાસ્તો થયો અર્પણ:જરૂરીયાતમંદ દીકરીના લગ્ન આર્યસમાજમાં કરી આપવામાં આવ્યા
પોરબંદરમાં કસ્તુરબાની 82 મી પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
કસ્તુરબા મહિલા મંડળ દ્વારા પુ.કસ્તુરબાના ઘરે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા તેમજ બગવદર બાલમંદિર અને આશીર્વાદ ચેરી.ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો.જીવન એક સંગ્રામ છે જીવન જીવી જાણજો દુનિયાને બતાવજો જીવન કેમ જીવાય છે.એમનું સમગ્ર જીવન જ એક સંદેશ રહ્યો, સતત એક સંગ્રામ રહ્યો એમના પગલે પગલે તો આપણે કઈ રીતે ચાલી શકીએ પરંતુ એમના જીવનમાંથી થોડું ઘણું પણ અનુંકરણ કરીએ અને,એવા જ સેવાકીય હેતુથી 1996 થી શરૂ થયેલા કસ્તુરબા ફાઉન્ડેશન દ્વારા નિયમિત વિવિધ સેવા કાર્યો થતા હોય છે.આ વર્ષે પૂજ્ય કસ્તુબાની પુણ્યતિથિ પર એક જરૂરતમંદ દીકરીના લગ્ન આર્ય સમાજમાં સુંદર રીતે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયા.આ પ્રસંગે હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર મુજબ સોના ચાંદીના ઘરેણા અને પલંગ,કબાટ સહિત 75 જેટલી વસ્તુઓનો દીકરીને અઢળક કરિયાવર આપવામાં આવ્યો.મુખ્ય મનોરથી દાતાઓ કસ્તુરબા પરિવારના ટ્રસ્ટીઓ પદુભાઈ રાયચુરા,હર્ષાબેન રાયચુરા, ડો.સુરેખાબેન શાહ,નીતાબેન વોરા રહ્યા.આ ઉપરાંત આ સેવાકાર્યમાં પ્રદીપભાઈ મદલાણી બગવદર, વનીતાબેન હેમંતભાઈ કારીયા,પુષ્પાબેન રાજાણી બેંગ્લોર, સવિતાબેન રાજાણી રાજકોટ,મીશાબેન પાબારી,ભાંણજી લવજી ધી વાળા ચેરી. ટ્રસ્ટ., મિષ્ટી અને ભવ્ય વોરા, તેમજ કસ્તુરબા મહિલા મંડળના મીનાબેન શિંગાળા,પન્નાબેન મદલાણી, યામિનીબેન ધામેચા, કિરણબેન કક્કડ, ઇલાબેન ઠક્કર, રશ્મિબેન ચૌહાણ, હીનાબેન લાખાણી,રિધ્ધીબેન મોરજરીયા, ઉષાબેન કક્કડ અને કાજલબેન માવાણી તેમજ કસ્તુરબા મહિલા મંડળના તમામ સભ્યો તેમજ નિકિતાબેન સીમરીયા,ગીતાબેન ચોટાઈ,પાયલબેન દવે, અને સૌ સભ્ય બહેનોનાના સાથ સહકારથી આ પ્રસંગ સુંદર રીતે સંપન્ન થયો.લગ્નવિધિમાં પોરબંદર બાલકૃષ્ણ હવેલીના મુખ્યાજી દેવાંગભાઈ, પદુભાઈ રાયચુરા, ધનજીભાઈ આર્ય,ડો. સુરેશભાઈ ગાંધી અને શહેરના વિવિધ મહિલા અગ્રણીઓ પુષ્પાબેન જોશી, દુર્ગાબેન લાદીવાલા, ડો.મમતાબેન ભટ્ટ, ડો્. નમ્રતા સામાણી, તરૂબેન બારાઈ, પ્રફુલાબેન લાખાણી, શીલાબેન માખેચા, કમળાબેન કોટેચા,ભારતીબેન રાડિયા, વંદનાબેન રૂપારેલ અને બહોળી સંખ્યામાં સ્નેહીજનોએ સાથે મળીને વર ક્ધયાને સુખી,સફળ, સ્નેહભર્યા દાંપત્યજીવનના આશીર્વાદ પાઠવ્યા. ડો.સુરેખાબેને વિનામુલ્યે આર્ય સમાજ પરિસર ફાળવવા બદલ ધનજીભાઇ આર્ય અને કાર્યકર્તાઓ તેમજ આ સેવાકાર્યમાં જેમનો પણ સાથ રહ્યો એ સૌ સ્વજનો નો ઋણ સ્વીકાર કર્યો.આ પ્રસંગે પદુભાઇ રાયચુરા,ધનજીભાઈ આર્ય,પ્રદીપભાઈ મદલાણી અને દેવાંગભાઈ મુખિયાજીનું સંસ્થા દ્વારા શીતવસ્ત્રથી સન્માન કરવામાં આવ્યુ હતુ.
