ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામા આવશે:વડાપ્રધાન
જેરુસલેમ ખાત્ો વડાપ્રધાન મોદૃી અન્ો પીએમ ન્ોતન્યાહૂ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બ્ોઠકમાં બંન્ો દૃેશો વચ્ચે સહયોગ વધારવા મહત્ત્વના નિર્ણયો
જેરૂસાલેમ ખાત્ો દ્વિપક્ષીય બ્ોઠક બાદૃ ભારત અને ઇઝરાયેલના વડાપ્રધાન મીડિયા સમક્ષ સંયુકત નિવેદૃન કરી રહૃાા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ઇઝરાયેલ પ્રવાસના બીજા દિૃવસ્ો જેરૂસાલેમમાં ઇઝરાયેલના વડાપ્રધાન બ્ોન્જામિન ન્ોતન્યાહુ સાથે ઉચ્ચસ્તરીય બ્ોઠકમાં બંન્ો દૃેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે સહયોગ વધારવા સમજૂતિ કરાર પર હસ્તાક્ષર થયા હતા, તસ્વીરમાં મોદૃી અને ન્ોતન્યાહુની હાજરીમાં ભારતના વિદૃેશમંત્રી એસ. જયશંકર અન્ો ઇઝરાયેલના મંત્રી હસ્તાક્ષર કરાયેલા દૃસ્તાવેજોની આપ-લે કરી રહૃાા છે.
ઈઝરાયેલ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક યોજાઈને અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓ વચ્ચે આજે (૨૬ ફેબ્રુઆરી) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દૃેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદૃ બંને નેતાઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દૃરમિયાન બંને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદૃાન-પ્રદૃાન કરવામાં આવ્યું છે.
બેઠક દૃરમિયાન વડાપ્રધાન મોદૃીએ નેતન્યાહૂને પોતાના મિત્ર કહીને સંબોધનની શરૂઆત કરી છે. તેમણે કહૃાું કે, તેમણે અને ભારતીય ડેલિગેશને ઈઝરાયલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવા દૃયપૂર્વક આભાર વ્યક્ત વ્યક્ત કર્યો છે. તેમણે કહૃાું કે, ‘મને ૯ વર્ષ પહેલા વડાપ્રધાન તરીકે ઈઝરાયલ આવવાની તક મળી હતી, ત્યારે આ મારો બીજો ભાવુકતાભર્યો પ્રવાસ છે. ગઈકાલે મને સંસદૃમાં સંબોધન કરવાની તક મળી, મને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ આપીને મારું સન્માન કરવામાં આવ્યું. આ બદૃલ હું હાર્દિૃક આભાર વ્યક્ત કરું છું. હું ઈઝરાયેલ દ્વારા કરાયેલા સન્માનને ૧૪૦ કરોડ ભારતીયો અને ભારત-ઈઝરાયલ મિત્રતાને સમર્પિત કરું છું.
વડાપ્રધાને સંબોધમાં અનેક સમજૂતીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહૃાું છે કે, બંને દૃેશોના સંબંધો તમામ કસોટીઓમાં સફળ થયા છે. તેમણે ભવિષ્યમાં બંને દૃેશો વચ્ચે થનારી સમજૂતીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ‘ટેકનોલોજીને વધુમાં વધુ મહત્ત્વ આપીને તેમાં ભાગીદૃારી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં બંને નેતાઓ વચ્ચે (૧) સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દૃરજ્જો, (૨) ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ, (૩) સેન્ટર ઓફ એક્સેલન્સ અને વિલેજ ઓફ એક્સેલન્સ, (૪) ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ, (૫) વિવિધ ક્ષેત્રોમાં ર્સ્ેં – રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ, (૬) આતંકવાદૃ વિરુદ્ધ સહયોગ વધારવા મુદ્દે સમજૂતી થઈ છે.
વડાપ્રધાને એવું પણ કહૃાું છે કે, બંને દૃેશો વચ્ચે ભવિષ્યમાં પણ અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે, જેમાં ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર વધારાશે, યુચર રેડી ફાર્મિંગ અને ૈંસ્ઈઝ્ર કોરિડોર અને ૈં૨ેં૨ પ્રોજેક્ટ્સની પણ સમજૂતી કરવામાં આવશે.
વડાપ્રધાને કહૃાું છે કે, ભારતમાં ઈઝરાયેલના સહયોગથી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે, જેની સંખ્યા ૧૦૦ સુધી લઈ જવાનો નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત ‘વિલેજ ઓફ એક્સેલન્સ પણ બનાવવામાં આવશે અને તેનાથી ઈઝરાયલની ટેકનલોજી ભારતના ગામડાઓ સુધી પહોંચશે, જેનાથી ભારતના લોકોને લાભ થશે. અમે યુચર રેડી ફાર્મિંગની દિૃશામાં આગળ વધીશું. આનાથી ખેતી પદ્ધતિને અનેકઘણો ફાયદૃો થશે.
બંને દૃેશોએ કંઈ કંઈ સમજૂતીઓ કરી?
૧. સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દૃરજ્જો : બંને દૃેશોએ પોતાની ભાગીદૃારીને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (વિશેષ વ્યૂહાત્મક ભાગીદૃારી) તરીકે જાહેર કરવાની સમજૂતી કરી લીધી છે. વડાપ્રધાને આ સેન્ટરની સંખ્યા ૧૦૦ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે.
૨. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ : છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ક્વોન્ટમ કમ્પ્યુિંટગ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.
૩. સેન્ટર ઓફ એક્સેલન્સ અને વિલેજ ઓફ એક્સેલન્સ : ભારતમાં ઇઝરાયેલના સહયોગથી ચાલતા સેન્ટર ઓફ એક્સેલન્સની સંખ્યા વધારીને ૧૦૦ સુધી લઈ જવાનો અને વિલેજ ઓફ એક્સેલન્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૪. ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ : શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બંને દૃેશોના જોડાણ માટે આ ફોરમની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૫. વિવિધ ક્ષેત્રોમાં ર્સ્ેં : રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અનેક ર્સ્ેં (સમજૂતી પત્રો) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
૬. આતંકવાદૃ વિરુદ્ધ સહયોગ : આતંકવાદૃનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કામ કરવાની અને આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહકાર આપવાની સમજૂતી થઈ છે.
ભવિષ્યમાં કંઈ કંઈ સમજૂતીઓ કરાશે?
૧. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (હ્લ્છ) : વડાપ્રધાન મોદૃીએ જણાવ્યું છે કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી (હ્લિીી ્ટ્ઠિઙ્ઘી છખ્તિીીદ્બીહં) ને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે. આ પ્રક્રિયા હજુ પૂર્ણ થવાની બાકી છે.
૨. કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર : કેર ગિવર્સ સેન્ટર અને ભારતીય કામદૃારોના જે સફળ સહયોગ છે, તેનો વ્યાપ હવે કોમર્સ (વાણિજ્ય) અને સર્વિસ (સેવા) જેવા નવા ક્ષેત્રોમાં પણ વધારવામાં આવશે.
૩. યુચર રેડી ફાર્મિંગ : આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ભવિષ્યની જરૂરિયાતો મુજબની ખેતી પદ્ધતિઓ વિકસાવવાની દિૃશામાં બંને દૃેશો આગળ વધશે.
૪. ૈંસ્ઈઝ્ર કોરિડોર અને ૈં૨ેં૨ પ્રોજેક્ટ્સ : આઈમેક (ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોર) અને ૈં૨ેં૨ (ભારત, ઇઝરાયેલ, યુએઈ, યુએસ) જેવી મોટી વૈશ્ર્વિક યોજનાઓ પર નવી ગતિથી કામ કરવામાં આવશે.
૫. આર્થિક પ્રોજેક્ટ્સ : આ ઉપરાંત ભવિષ્યમાં બંને દૃેશો વચ્ચેના લોકોના જોડાણને પ્રાથમિકતા આપીને વિવિધ સામાજિક અને આર્થિક પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું આયોજન છે.
