અઢીથી ત્રણ કિલોમીટર સુધી બધી તરફ વાહનોની કતારો લાગી
આજે વ્હેલી સવારે જ્યારે લોકો કામ ધંધે અને નોકરી પર નીકળ્યાં ત્યારે બેડી ચોકડી પાસે ખાનગી બસનો અકસ્માત થતાં મારવાડી યુની. સુધી અઢી કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો જેનાથી અનેક વાહન ચાલકો ટ્રાફીકમાં ફસાતા તંત્ર પર રોષ પણ ઠાલવ્યો હતો. જો કે, ટ્રાફિક પોલીસની ટીમોએ દોડી જઈ ચાર કલાકે ટ્રાફિક ક્લિયર કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ-મોરબી હાઈવે પર આજે સવારે બેડી ચોકડી ખાતે ખાનગી બસ અને ટ્રક વચ્ચેા અકસ્માતત સર્જાયો હતો. આ અકસ્મામત બાદ અહીં વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો. અકસ્માતત સ્થળથી મારવાડી યુનિવર્સિટી સુધી અને તેનાથી આગળના વિસ્તારોમાં વાહનોનો થપ્પો લાગ્યા હતા.આ અકસ્માોતને કારણે મોરબી તરફથી રાજકોટ આવતા તેમજ રાજકોટથી મોરબી જૈતા હજારો મુસાફરો, હોસ્પિટલમાં જતા દર્દીઓના સંબંધીઓ, દુકાનદારો અને કામકાજે જતા લોકો લાંબા સમય સુધી રસ્તાો પર ફસાઈ ગયા છે. મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યોદ હતો. અકસ્માતના ભારે ટ્રાફિકજામ બાદ ટ્રાફિક પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને ચાર કલાકના અંતે ટ્રાફિક કલિયર કરાવ્યો હતો. સદભાગ્ય આ અકસ્માતતમાં મોટી જાનહાનિ થઇ ન હતી. આ અકસ્માત અને ટ્રાફિક જામ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે જામનગર તરફથી આવતી એક ખાનગી બસ સાથે ગ્રીનલેન્ડ ચોકડી તરફથી આવતા ડમ્પરે ટક્કર મારી હતી. જેથી બંને વાહનો બેડી ચોકડી વચ્ચે જ બંધ પડી ગયા હતા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
