વેરાવળ ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

ફરીયાદીને ન્યાય અપાવવા એડવોકેટ અક્ષય બારડની દલીલ માન્ય

વેરાવળ કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ ચાલી જતા એડી. ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને બન્ને કેસ માં એક એક વર્ષની સજા નો હુકમ કરેલ છે.
આ કેસની વિગતો આપતા એડવોકેટ રાજેશકુમાર એચ.રામે જણાવેલ કે, વેરાવળ તાલુકાના ઉંબા ગામે રહેતા કાના લખમણ બામરોટીયા એ તાલુકા ના આદ્રિ ગામે રહેતા રાજેશ રાણાભાઇ રામ પાસેથી રૂા.14 લાખ હાથ ઉછીના લીધેલ તે રકમ પેટે રૂા.આઠ લાખ પુરા નો ચેક તથા રૂા.6 લાખ નો મળી બે ચેક આપેલ જે બેંકમાં ચેક નાખી ચેક રિટર્ન થયેલ ત્યારબાદ વકીલ મારફત આરોપીને નોટીસ આપેલ જે નોટિસ નો કોઈ જવાબ ન આપતા તા.31/07/2024 ના એડી.ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં બે કેસ દાખલ કરેલ જેમાં ફરિયાદી વતી એડવોકેટ આર. એમ. રામ, અસ્લમ આઈ. જીકાણી રોકાયેલા અને મૌખિક પુરાવા તથા દસ્તાવેજી પુરાવા રજુ કરી એડવોકેટ આર. એમ રામ દ્વારા કરેલી દલીલ તથા કાયદા ની રજુઆત દયાને લઇ એડી.ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ અંજુ વિજયસિંહ ચૌધરી એ આરોપી કાના લખમણ બામરોટીયા ને બંને કેસમાં એક એક વર્ષની સાદી કેદની સજા તથા વળતર પેટે ચેક મુજબ ની રકમ એક માસ માં ચૂકવવા નો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી ને ન્યાય અપાવવા એડવોકેટ અક્ષય યુ. બારડ એ સહયોગ આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ