ઉનાના અંબાડા ગામે થયેલ મારામારીના કેસમા ત્રણનો નિદોર્ષ છુટકારો

ગીરગઢડા કોર્ટે મા કેસ ચાલી જતા બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખતી કોર્ટ

ઊના તાલુકાના અંબાડા ગામે વર્ષ 2018 માં થયેલ એક જૂની અદાવત ના કારણે મારામારીના કેસમાં ગીર ગઢડાની નામદાર અદાલતના મુખ્ય ન્યાયાધીશ એચ.એમ વૈષ્ણવ એ ચુકાદો આપી ત્રણેય આરોપી ઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો
આ કેસમાં આરોપીઓ વતી ઉનાના સિનિયર વકીલ ભરત બી. સોલંકી ના કાયદાકીય માર્ગદર્શન હેઠળ ગીર ગઢડાના યુવા ધારાશાસ્ત્રી રવિ આર. સોલંકી, પ્રશાંત વી.સોલંકી રોકાયેલ હતા.
કેસની વિગત મુજબ, વર્ષ 2018 ના કરશનભાઈ કાળુભાઈ બાંભણીયા, જયેશભાઈ ગભરુભાઈ બાંભણીયા અને અજયભાઈ રમેશભાઈ બાંભણીયા વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આરોપીઓએ લોખંડના પાઈપ (ટી) જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના આધારે ગીર ગઢડા પોલીસે ઈંઙઈ કલમ 326, 325, 323, 504, 114 તથા જી.પી.એકટ ની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો.આ કેસ ગીર ગઢડાની નામદાર અદાલતમાં ચાલવા પર આવતા, બચાવ પક્ષના વકીલ રવિ આર. સોલંકી અને પ્રશાંત વી. સોલંકી એ ધારદાર દલીલો કરી હતી. જુદી જુદી હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટ ના ચુકાદાઓ રજુ કરીને અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે પુરાવાઓમાં વિરોધાભાસ હોવાથી કેસ સાબિત કરવા ફરીયાદી પક્ષ નિષ્ફળ રહ્યો હતો.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બચાવ પક્ષના વકીલની કાયદાકીય રજૂઆતોને ગ્રાહ્ય રાખી, ગીર ગઢડા અદાલતે 27 ફેબ્રુઆરી 2026 ના ત્રણેય આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો
આ કેસમાં આરોપીઓ વતી ઉનાના સિનિયર વકીલ ભરત બી. સોલંકી ના કાયદાકીય માર્ગદર્શન હેઠળ ધારાશાસ્ત્રી રવિ આર. સોલંકી, પ્રશાંત વી. સોલંકી રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ