ભાણવડના સઈદેવળીયાની સ્કુલમાં લોકો ફાળામાંથી પ્રાર્થનાખંડ બનાવાયો

લોકાર્પણ સમારોહમાં જિલ્લા પોલીસ વડા તાલુકાવિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા

ભાણવડ તાલુકાના પ્રગતીશીલ મનાતાં સઈદેવળીયા ગામે સરકાર સંચાલિત પ્રાથમિક શાળામાં પ્રાર્થના ખંડ બનાવવા માટે સરકાર પાસે કોઈપણ પ્રકારની ગ્રાન્ટ લીધા વગર માત્રને માત્ર લોકફાળાતી તૈયાર થયેલ પ્રાર્થના ખંડનો લોકાર્પણ સાથે વાર્ષિકોત્સવ શાનદાર યોજાયો હતો. આ તકે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, તાલુકા વિકાસ અધીકારી નિતીન બેડીયાવદરા, સહિત અનેક હાજર હતા.
સઈદેવળીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકો માટે પ્રાર્થના ખંડની ખુબજ જરૂરીયાત હતી, ત્યારે શાળામાં આચાર્ય રાહુલભાઈ કંડોરીયાએ આ માટે ગામના સેવાભાવી યુવાન કમલેશભાઈ, હિતેશભાઈ બરોચીયા, રાજુભાઈ કણસાગરા, અને શિક્ષક હેમંતભાઈ ઓળકીયા સાથે વિચાર વિમર્શ કરી સર્વાનુંમતે પ્રાર્થના ખંડ માત્રને માત્ર લોકફાળાથી બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. લોકફાળાથી એકઠી થયેલ રકમમાંથી જોતજોતામાં પ્રાર્થના ખંડ તૈયાર થતા તેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, કાર્યક્રમની સાથે, શ્રમ દાતાઓનો સન્માન સમારોહ તેમજ સંગીત સંધ્યા સહિત શાળાના બાળકોએ એક પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતોનાં મન મોહી લીધા હતા. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા, ટી.ડી.ઓ. નિતીન બેડીયાવદરા, સચિવ એસ.જે. ડુમરાણીયા, એલ.સી.બી. નાં પી.આઈ.બી.જે. સરવૈયા, ભાણવડનાં પી.આઈ. ચેતન દેસાઈ સહિત શાળાના આચાર્ય રાહુલભાઈ કંડોરિયા, સહિત મોટી સંખ્યામાં ગામનાં વાલીઓ હાજર હતા.

રિલેટેડ ન્યૂઝ