કાનમેરાની હોળી પ્રગટે પછી જ બરડાના ગામડામાં હોળી પ્રગટાવાય છે
બરડા ડુંગર પર ઊંચી પર્વતમાળા ટેકરી એ પાંડવકાલીન પરંપરાથી જોડાયેલી કાનમેરાની હોલીકા દહન આજે કરવામાં આવશે.
વિ.સંવત 2082 (ફાગણ સુદ પુનમ) તા.3ને મંગળવાર ના ચંદ્રગ્રહણ હોવાથી કાનમેરા ની હોળી પર્વ આયોજન માં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે કાનમેરા હોળીનું આયોજન કરવામાં આવેલ છે.
(ફાગણ સુદ ચૌદશ) તા.02ને સોમવારના સાંજે 06.30 વાગ્યે રાણપર યુવક મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે.
કાનમેરાની હોળી પ્રગટે ત્યાર બાદ બરડા પંથક માં ગામડાઓમાં બધે હોળી પ્રગટાવવામાં આવે છે તેમજ પરિવારમાં નાના બાળકોને પહેલા વર્ષની વાળ તરીકે ભવ્ય આયોજન કરવામાં આવે છે જે પ્રસંગે મામા તેના ભાણેજને તેડીને સ્થાનિક હોળીની પરિક્રમા કરીને હોળીમાં નાળિયેર, તેમજ ધાણી વિગેરે હોમી પરંપરા મુજબ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેમજ ગામડાઓમાં લોકો દુહા-છંદની રમઝટ બોલાવે છે. કાનમેરાની હોળી પ્રગટે ત્યાર બાદ જ બરડા પંથકમાં ગામડાઓમાં સ્થાનિક હોળી પ્રગટાવે છે. તેથી આ કાનમેરાની હોળીનું ખૂબ જ મહત્વ રહેલુ છે.
બરડા ડુંગર પર ઊંચી પર્વતમાળા ટેકરીમાં વાગડીયા નેસ અને વી નેસની બાજુમાં આવેલ ઊંચી પર્વતમાળા ટેકરી એ પારંપરીક રીતે કાનમેરા તળેટી એ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદર,બગવદર ભાણવડ મોડપર બરડા પંથક અને આજુબાજુ ના ગામડાઓથી દર્શનાર્થીઓ આવે છે તેમજ કાન દુ:ખતો હોય અને નાળિયેર ની માનતા માની હોય તે માનતા પૂર્ણ થતા દર્શન કરવા આવે છે કે પછી તેવા શ્રદ્ધાળુઓ આ કાનમેરા તળેટીએ થતી હોળી પર નાળિયેર મોકલી ને માનતા પૂર્ણ કરે છે.
રાણપર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ રાણપર ગામ થી ધીંગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પીપરાવાડા નેસ થઈને વાગડીયા નેસ, વી નેસ જવાના રસ્તે ચા-પાણી, છાશ, ભોજનપ્રસાદનું આયોજન કરવામાં આવેલુ છે. સૌ શ્રદ્ધાળુઓને આ હોળી પર્વના આયોજન અને અનેરો લાભ લેવા અપીલ કરાઇ છે.
