વડાપ્રધાનની દુનિયામાં લોકપ્રિયતા યથાવત છે, હાલમાં જ વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પુરો કર્યો હતો. હવે યુ ટયુબ પર મોદીએ 30 મિલિયન સબસ્ક્રાઈબર્સનો આંકડો પાર કર્યો છે.
આ સાથે મોદી વિશ્ર્વના પહેલા નેતા બન્યા છે જેના યુ ટયુબ પર સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
આ શ્રેણીમાં બીજા ક્રમે બ્રાઝીલના પુર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો છે, જેમના સબ સ્ક્રાઈબર્સ વડાપ્રધાન મોદીના લગભગ એક ચતુર્થાંશ છે. જયારે મોદીના સબસ્ક્રાઈબર્સ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની તુલનામાં સાત ગણાથી વધુ છે. સબસ્ક્રાઈબર્સના મામલામાં મોદી પાસે રાહુલ ગાંધી કરતા ત્રણ ગણા અને આમ આદમી પાર્ટી કોંગ્રેસથી ચાર ગણાથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર મોદી આ ફોલોઅર્સનો આંકડો 100 મિલિયનને પાર કરી ગયો છે. આમ કરનાર તે વિશ્ર્વના પ્રથમ નેતા બન્યા છે.
