ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિૃગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી સાનિયા ચંડોક સાથે લગ્ન કર્યા. ક્રિકેટરો અને સેલિબ્રિટીઓ સહિત અનેક અગ્રણી હસ્તીઓએ અર્જુનના લગ્નમાં હાજરી આપી હતી. અર્જુનના લગ્નનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાો છે. વીડિયોમાં, અર્જુન સાનિયાના ગળામાં વરમાળા પહેરાવતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, અર્જુન તેંડુલકર પહેલા સાનિયા ચંડોકના ગળામાં વરમાળા પહેરાવે છે. ત્યારબાદૃ, અર્જુન અને સાનિયા બંને એકબીજાને ભેટી પડે છે. પિતા સચિન તેંડુલકર તેમની પાછળ ઉભા છે, તેમના પર ફૂલોનો વરસાદૃ કરે છે. અર્જુનની માતા અંજલિ તેંડુલકર પણ હાજર છે.
અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્નમાં ઘણા દિૃગ્ગજ ભારતીય ક્રિકેટરોએ હાજરી આપી હતી. અર્જુન અને સાનિયાના લગ્નમાં રાહુલ દ્રવિડ, રવિ શાસ્ત્રી, અનિલ કુંબલે, સુનીલ ગાવસ્કર, એમએસ ધોની, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ સહિત ઘણા ક્રિકેટરો જોવા મળ્યા હતા.
