ગઢડાના મોટા ઉમરડા ગામ નજીક 27.40 લાખનો દારૂનો જથ્થો પકડાયો

8784 દારૂની બોટલ સાથે રૂ. 52.71 લાખનો મુદામાલ જપ્ત: બે શખ્સોની ધરપકડ

બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં દારૂની બધી નેસ્ટ નાબૂદ કરવાની સૂચના આપવામાં આવેલ હોય તે મુજબ એલસીબી ના પીઆઇ એમ.જી.જાડેજા,પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ કે.એન.પટેલ તેમજ એલસીબી સ્ટાફના જયરાજભાઇ ખાચર, વનરાજભાઈ બોરીચા, જયેશભાઈ ધાંધલ,ભાવેશભાઈ શાહ, રસિકભાઈ ગળથરા, પરબતસિંહ ડોડીયા,ઘનશ્યામભાઈ ધરજીયા, અશ્વિનભાઈ મકવાણા સહિતના પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડયો છે. પોલીસે ટ્રકમાંથી 8784 દારૂની બોટલ રૂ.27.40 લાખ અને ટ્રક સહિત કુલ રૂ.52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે અમરેલીના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.બોટાદ કઈઇ ને બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક ભાવનગરથી અમરેલી તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોટા ઉમરડા ગામ પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોક્યો હતો અને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી રૂ.27.40 લાખની કિંમતની 8784 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે અમરેલીના રાકેશ ભીમજીભાઈ મોરી અને કિશન સુરેશભાઈ દવે નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે…

રિલેટેડ ન્યૂઝ