માધવપુર (ઘેડ) ખાતે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહોત્સવમાં કંકોત્રી લખવાની રસમ યોજાઈ

નીજ મંદિરથી નિકળેલ રવેળીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા

માધવપુર ઘેડ મુકામે દર વર્ષે યોજાતા શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ પહેલા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીના પડવાના દિવસે વિધિવત રીતે લગ્ન પ્રસંગની કંકોત્રી લખવાની વિધિ યોજાઈ હતી. જેમાં પડવાના દિવસે નીજ મંદિરથી ભગવાન કૃષ્ણનું રવેડીમાં બેસી વાજતે-ગાજતે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે મધુવનમાં જવા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો નિકળ્યા હતાં. સૌપ્રથમ ભગવાનની રવેડી શ્રી રૂક્ષ્મણીજીના પિયર એવા રૂક્ષ્મણી મંદિર પહોંચી હતી ત્યાં ભગવાનનું ભવ્ય સ્વાગત થયું હતું. અને લોકોને પ્રસાદ રૂપે જલનું તથા સુકા-લીલા મેવાનું વિતરણ થયું હતું. ભાવિકો પ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હતા. ત્યાર બાદ ભગવાન વિશ્રામ માટે મધુવનમાં આવેલા વર્ષો પૂરાણા રૂષીરૂપ વૃક્ષોમાં બનાવેલા ઝુલા ઉપર ઝુલી અને વિશ્રામ કર્યો હતો.
ત્યાર બાદ બન્ને પક્ષમાં લોકોએ સામે બેસી વિધિવત શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના લગ્નની કંકોત્રી જૂની પરંપરા મુજબ મોર-પીછથી લખી સમય અને વિધિની માહિતી આપી આ સમયે માધવપુર તથા આજુબાજુના ગામના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
અને 27થી ભગવાનના લગ્નનો પ્રારંભ થશે અને 23 દિવસ સુધી લોકો લગ્નની તમામ વિધિઓ અને અનેરા દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવ્યો.

રિલેટેડ ન્યૂઝ