કોડીનારના મોટી ફાફણી ગામે આઠ વર્ષ પહેલાં બનેલા ડેમમાં ત્રણ વાર રીપેરીંગ થયું

સ્થિતિ એની એજ …કરોડો નું આંધણ પરિણામ ઝીરો..!!

કોડીનાર તાલુકાના મોટી ફાફણી ગામે થી શાંગાવડી નદી પસાર થાય છે .આ નદી ઉપર અંદાજે આઠ વર્ષ પહેલા ચેક ડેમ બનાવાયો છે.જેની પાછળ ગુજરાત સરકારે કરોડો રૂપિયા નો ખર્ચ કર્યો છે.પણ જે હેતુ થી આ ડેમ નું નિર્માણ થયું તેની હેતુ ફળી ભૂત થયો નથી. વાર વાર પાણી નીકળી જાય આઠ વર્ષ દરમ્યાન આ ડેમ ત્રણ વાર રિપેર કરાયો છે.જેની પાછળ પણ સરકારે મોટો ખર્ચ કર્યો છે.પણ સ્થિતિ એની એજ રહી છે.હજુ પણ આ ડેમ માંથી પાણી રહેતું નથી.. અહી નવેસર થી સરકારશ્રી ની દેખરેખ નીચે નવો કોજવે કામ ડેમ બનાવવા ની માંગ કરવામાં આવી છે.
ડોળાસા નજીક ના મોટી ફાફણી ગામે શાંગાવડી નદી પર આઠ થી વધુ વર્ષ પહેલા અંબુજા ફાઉન્ડેશન મારફત ડેમ બનાવાયો હતો.પણ આ ડેમ માંથી પાણી નીકળી જતું હતું.આઠ વરસ માં ત્રણ થી ચાર વાર આ ડેમ ને રિપેર કરવામાં આવ્યો અને મોટી રકમનો ખર્ચ પણ થયો પણ આ ડેમ માં પાણી નો સંગ્રહ થતો નથી.
આ ડેમ માં વપરાયેલ મટીરીયલ હલકી ગુણવત્તા નું દેખાય છે. આ ડેમ થી મોટી અને નાની ફાફણી ના ખેડૂતો ને ફાયદો થઈ શકે છે.જો પાણી રોકાય તો…! સરકાર ખેડૂતો ના હીત માં ચેક ડેમ બનાવે છે.પણ કોની બેદરકારી થી આ ડેમ નબળો બન્યો છે.,?.જે તપાસ નો વિષય છે ..ફાફણી ગામ ના મજી સરપંચ અને ખેડૂત અગ્રણી જાદવભાઈ રામભાઇ ચંડેરા એ અહી નવો ચેક ડેમ કામ કોઝવે બનાવવા માંગ કરી છે.આ ડેમ માં જામવાળા કેનાલ નું પાણી ઠાલવવા માં આવે છે.જો આ ડેમ લીકેજ ન હોત તો અહી પાણી નો સંગ્રહ બારે માસ થતો હોત જેનો ખેતી ની પિયત માં ઉપિયોગ થઈ શકાત..ફોટા માં દેખાતું પાણી કેનાલ નું વહેતું પાણી છે.બાકી ડેમ ના મોટા મોટા ગાબડાં પણ દેખાય છે.

રિલેટેડ ન્યૂઝ