માત્ર અમેરિકા, ઇઝરાયેલ અન્ો યુરોપના દૃેશોના ઓઇલ ટેન્કર જ પસાર નહીં થવા દૃેવાય
ગલ્ફના દૃેશોએ ઓઇલ-ગ્ોસની નિકાસબંધી કરવી પડશે:કતારની ચેતવણી
ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ ટેન્કરના પરિવહન પર મુકેલાં પ્રતિબંધને પગલે ભારત સહિત વિશ્ર્વના તમામ દૃેશોમાં િંચતાનું મોજું પ્રસરી જવા પામ્યું હતું. જોકે હવે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, માત્ર અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ તથા તેમના પશ્ર્ચિમ સહયોગી દૃેશો માટે જ હોર્મુઝની ખાડી બંધ કરી છે. ઈરાનના આ નિવેદૃનને પગલે ભારત માટે ઓઈલની આયાત માટે નવી આશા જન્મી છે. આઈઆરજીસીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ પણ એ બાબત સ્પષ્ટ કરી હતી કે, આંતરરાષ્ટ્રીય કાયદૃા અને સંલગ્ન ઠરાવો મુજબ યુદ્ધના સમય દૃરમિયાન હોર્મુઝની ખાડીમાં જહાજોનું નિયમન કરવાનો ઈરાનનો અબાધિત અધિકાર છે. આ સમુદ્રી માર્ગમાંથી પસાર થનારા અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ તથા પશ્ર્ચિમી દૃેશોના તેમના સહયોગીઓના જહાજોને ચોક્કસપણે તોડી પાડવામાં આવશે.જોકે, ઈરાને જણાવ્યું હતું કે, તે માત્ર ચાઈનીઝ ધ્વજ ધરાવતાં જહાજોને જ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપશે. વિદૃેશી બાબતોના નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર ચીન સાથેના ઈરાનના સંબંધોને પગલે આ મંજૂરી અપાઈ છે. હોર્મુઝની ખાડી ઈરાનના અખાતમાંથી તેલના પરિવહનનો એક માત્ર માર્ગ હોવાથી ઈરાનનો આ નિર્ણય ઘણો મહત્વનો છે.અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલાં હુમલાં બાદૃ ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ ટેન્કર્સના પરિવહન પર પ્રતિબંધ મુક્યો હતો. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ઓઈલ ટેન્કરો પર હુમલો કરવાની અપાયેલી ધમકી બાદૃ અમેરિકાએ વળતી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ જણાવ્યું છે કે, જો જરૂર પડશે તો અમેરિકા હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ઓઇલ ટેન્કરોની સુરક્ષા માટે નૌસૈના તૈનાત કરશે. કતારના ઊર્જા મંત્રીની વિશ્ર્વને શાંતિની અપીલ સાથે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, જો યુદ્ધને પગલે શિિંપગ રૂટ્સ લાંબા સમય સુધી બંધ રહેશે અને નિકાસકારોના જહાજોની સુરક્ષા જોખમાશે, તો સપ્લાય ચેઈન તૂટી જશે. સપ્લાય ચેઈન તૂટશે તો સેમિકન્ડક્ટરથી લઈને સામાન્ય પરિવહન સુધીના તમામ ક્ષેત્રો પર અત્યંત ગંભીર રીતે નકારાત્મક અસર પડશે. જેના કારણે વૈશ્ર્વિક રીતે અનેક પ્રકારના સંકટો પેદૃા થઇ શકે છે.
કતારના ઊર્જા મંત્રી સાદૃ અલ-કાબીએ ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ નહીં અટકે, તો મહત્તમ એક મહિનામાં ખાડી દૃેશોમાંથી થતી ઊર્જા નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. જો એવું થશે તો વૈશ્ર્વિક સ્તરે યૂલની અછત સર્જાશે અને મોંઘવારી પણ ચરમસીમાએ પહોંચી જશે.
જો યુદ્ધને પગલે શિિંપગ રૂટ્સ ઘણાં લાંબા સમય સુધી બંધ રહેશે અને નિકાસકારોના જહાજોની સુરક્ષા જોખમાશે, તો સપ્લાય ચેઈન જ તૂટી જશે. તે સ્થિતિમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગથી લઈને સામાન્ય પરિવહન સુધીની તમામ સેવા પર નકારાત્મક અસર પડી શકે છે.
મહત્તમ ઉત્પાદૃન કરી ત્રણ સરકારી કંપનીઓ દ્વારા એલપીજીનું ડિસ્ટ્રીબ્યુટ કરવા આદૃેશ
ગલ્ફમાં યુદ્ધના કારણે ભારતની ક્રુડતેલ અને ગેસ સપ્લાયને મોટી અસર થઈ છે તે વચ્ચે એક તરફ રશિયન ક્રુડતેલ ખરીદવા અમેરિકાએ મંજુરી આપી છે અને તેથી તે મોરચે રાહતની શકયતા છે. જયારે એલપીજી સહિતના ગેસના ઉત્પાદનમાં હવે સરકારે રિફાઈનરીઓને મહતમ એલપીજી ઉત્પાદન કરવા અને તેનો તમામ પુરવઠો ઘરેલુ અને કોમર્શિયલ સીલીન્ડર સપ્લાય કરતી ત્રણ જાહેર સાહસની કંપનીઓ ઈન્ડીયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા ભારત પેટ્રોલિયમને જ આપવા આદેશ આપ્યો છે. એલપીજી એ મુખ્યત્વે દેશમાં કરોડો પરિવારો માટે રાંધણગેસનું મોટું સ્ત્રોત છે અને તેના 14 કિલોના સીલીન્ડર એ દેશભરમાં આ ત્રણ કંપનીઓ મારફત ઘરેલુ સપ્લાય કરવામાં આવે છે જયારે 19 કિલોના સીલીન્ડર એ હોટલ, રેસ્ટોરાને કોમર્શિયલ ઉપયોગ તરીકે સપ્લાય કરાય છે.
