જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિત ના વેરા ની વસૂલાત કરવામાં આવે છે, પરંતુ અસંખ્ય લોકો એ વેરો ભરપાઈ કર્યો નથી. માટે કરોડો રૂપિયા ની વસૂલાત બાકી રહી છે.ત્યારે હવે મહાનગરપાલિકા એ આકરા તેવર દેખાડ્યા છે અને વેરો નહીં ભરનાર આસામીની સ્થાવર/જંગમ મિલકત જપ્તિમાં લેવા અને પાણી પુરવઠો બંધ કરવા સુધી ના પગલાં લેવાની તૈયારી કરી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો, પાણી વેરો સહિતના અનેક પ્રકારના વેરા વસૂલવામાં આવે છે, પરંતુ અનેક આસામીઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવતો નથી. પરિણામે કરોડો રૂપિયાની વસૂલાત બાકી છે.
જો કે, મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે મિલકત જપ્તિ અંગેના પગલાં પણ લેવામાં આવતા રહે છે. આમ છતાં પણ અનેક આસામીએ વેરો ભરપાઈ નહીં કરતા હવે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે, અને બાકીદારોના ઘરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. ઉપરાંત સથ્વાર/જંગમ મિલકત પણ જપ્તિમાં લેવામાં આવશે. તે અંગેની સત્તાવાર નોટીસ પણ પ્રસિદ્ધ કરી છે. આવા આકરા પગલાં થી બચવા તા. 31 માર્ચ ર0ર6 પહેલા 100 ટકા વ્યાજ માફી યોજના નો લાભ આપવામાં આવી રહ્યો હોય, બાકીદારોએ સત્વરે પોતાનો વેરો ભરપાઈ કરી આપવો હિતાવહ છે.
