અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે રવિવારે રમાયેલી આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત્ો ન્યુઝીલેન્ડન્ો કારમો પરાજય આપી ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો હતો. ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા ત્રીજીવાર ચેમ્પિયન બની હતી. ભારતના ઓપનર સંજુ સ્ોમસન અન્ો અભિષેક શર્માએ શાનદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કર્યું હતં. સ્પીનર અક્ષર પટેલે ન્યુઝીલેન્ડના બ્ોટ્સમેનન્ો પ્ોવેલિયન તરફ રવાના કરતા હાર્દિૃક અન્ો રીન્કુ િંસહે ત્ોન્ો ભેટીન્ો અભિનંદૃન આપ્યા હતા. જોકે, ભારતના પ્ોસ બોલર જશપ્રીત બુમરાહે કાતિલ બોલીંગ કરી ન્યુઝીલેન્ડની ચાર વિકેટ ખેરવી ઝમકદૃાર પ્રદૃર્શન કર્યું હતું.
અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે ભારતે રચ્યો ઇતિહાસ:દૃેશભરમાં જશ્નનો માહોલ
વડાપ્રધાન-રાષ્ટ્રપતિ સહિત અન્ોક ન્ોતાઓ અન્ો ક્રિકેટરોએ ટીમ ઇન્ડિયાન્ો શુભેચ્છા પાઠવી
સંજુ, અભિષેક અને ઇશાન કિશનની ઝમકદૃાર બેટીંગ: બુમરાહ-અક્ષર સામે કિવી બેટરો થયા નતમસ્તક
ભારતે આઈસીસી ઇવેન્ટમાં રચ્યો ઇતિહાસ
ત્રીજી વખત ટી૨૦ વર્લ્ડ કપમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું
ઘરઆંગણે ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દૃેશ બન્યો
ભારત સતત બીજો વર્લ્ડ કપ જીતનાર ટીમ બની
અમદૃાવાદૃના એ જ નરેન્દ્ર મોદૃી ક્રિકેટ સ્ટેડિયમમાં, જ્યાં ત્રણ વર્ષ પહેલાં ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું, ત્યાં સૂર્યાની સેનાએ ઇતિહાસ રચ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મેળવીને લાખો ભારતીયોના દિૃલ તોડી નાખ્યા હતા. હવે, આ જ મેદૃાન પર, ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત ટી૨૦ વર્લ્ડ કપમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ભારત ફક્ત પોતાના ખિતાબનો બચાવ જ નહીં પરંતુ તેની ઘરઆંગણે ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દૃેશ બન્યો છે.
એક લાખથી વધુની ક્ષમતાવાળા ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં પ્રથમ બેિંટગ કરતા, ભારતે ૨૫૫ રન બનાવ્યા, જે વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ સ્કોર હતો. ભારતીય ચાહકોને શાંત કરવાની આશા રાખતી ન્યુઝીલેન્ડની ટીમ ૧૯ ઓવરમાં સરળતાથી ૧૫૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ૯૬ રનથી વિજય મેળવ્યો. જસપ્રીત બુમરાહે ૪ ઓવરમાં ૧૪ રન આપીને ૪ વિકેટ લીધી, જ્યારે અક્ષર પટેલે ૩ વિકેટ લીધી. અમદૃાવાદૃમાં ભારતીય ટીમ જીતતાની સાથે જ આખું સ્ટેડિયમ રોશની અને આતશબાજીથી ઝળહળી ઉઠ્યું.
આ ટાઇટલ મેચમાં, ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેિંટગ માટે આમંત્રણ આપ્યું હતું.
ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૫૫ રન બનાવ્યા. ભારતની ઓપિંનગ જોડી સંજુ સેમસન અને અભિષેક શર્માએ ભારતને મજબૂત શરૂઆત અપાવી. તેમણે ૭.૧ ઓવરમાં ૯૮ રનની ભાગીદૃારી કરી. અભિષેકે ૨૧ બોલમાં ૫૨ રન બનાવ્યા, જેમાં ત્રણ સિકસર અને છ ચોક્કાનો સમાવેશ થાય છે. ત્યારબાદૃ, સંજુ સેમસન અને ઇશાન કિશનએ ૪૮ બોલમાં બીજી વિકેટ માટે ૧૦૫ રન ઉમેર્યા અને ટીમનો સ્કોર ૨૦૦ થી વધુ કર્યો હતો.
સંજુએ સતત ત્રીજી ઇિંનગમાં અડધી સદૃી ફટકારી હતી. આ મેચમાં, તેણે ૪૬ બોલમાં ૮૯ રન બનાવ્યા, જેમાં આઠ છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઇશાન (૫૪) એ જ ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો, અને કેપ્ટન સૂર્યકુમાર યાદૃવ (૦) અંતિમ બોલ પર આઉટ થયો. ઇશાને ૨૫ બોલમાં ૫૪ રન બનાવ્યા, જેમાં ચાર છક્કા અને ૪ ચોક્કાનો સમાવેશ થયો હતો.
તિલક વર્માએ હાર્દિૃક પંડ્યા (૧૮) સાથે ૨૨ રન અને શિવમ દૃુબે (૨૬ અણનમ) સાથે ૨૯ રનની અણનમ ભાગીદૃારી કરીને ભારતને ૨૫૫ રન સુધી પહોંચાડ્યું હતુ. જે ટી૨૦ વર્લ્ડ કપના નોકઆઉટમાં સૌથી વધુ સ્કોર છે. ન્યુઝીલેન્ડના નીશમે ૪ ઓવરમાં ૪૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
જંગી ટાર્ગેટનો સામનો કરતા, કિવી ટીમ નિયમિત સમયે વિકેટ ગુમાવતી રહી હતી. પહેલો ફટકો ફિન એલનના રૂપમાં પડ્યો હતો. જે ૯ રનમાં અક્ષર પટેલની બોલ પર તિલક વર્મા દ્વારા કેચ આઉટ થયો. ત્યારબાદૃ જસપ્રીત બુમરાહે પોતાની પહેલી ઓવરના પહેલા બોલ પર રચિન રવિન્દ્રને ૧ રન પર આઉટ કર્યો. ગ્લેન ફિલિપ્સને અક્ષર દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યા, જે ફક્ત ૫ રન જ બનાવી શક્યા. માર્ક ચેપમેનને હાર્દિૃક પંડ્યાએ ૩ રન પર બોલ્ડ કરવામાં આવ્યા. વરુણ ચક્રવર્તીએ શાનદૃાર બેિંટગ કરી રહેલા ટિમ સીફર્ટને ૫૨ રન પર આઉટ કરીને ભારતીય ટીમમાં ખુશી ફેલાવી.
