ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને કરી જાહેરાત ખામેનેઈનો પુત્ર મોજતબા ચુંટાયો ઈરાનનો નવો સુપ્રીમ લીડર: ટ્રમ્પે કહ્યું- અમારી મંજુરી વિના અમાન્ય

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને એક દિવસ પહેલા આપેલા પોતાના નરમ નિવેદનથી પીછેહટ કરી રવિવારે કડક વલણ અપનાવ્યું છે. તેમણે પહેલા પડોશી દેશોની જમીન પર થયેલા હુમલા માટે ખેદ વ્યક્ત કર્યો હતો.
પરંતુ ઈરાનના કટ્ટરપંથીઓએ તરત જ તેનો વિરોધ કરતા તેમણે કહ્યું હતું કે યુદ્ધ નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય. તેમણે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈને તેમના ઉતરાધિકારી જાહેર કર્યા છે. ઈરાની સરકારી ટીવીએ આજે સવારે આ જાહેરાત કરી છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતુ કે ખામેનેઈનો દીકરો અમારા માટે સ્વીકાર્ય નથી, અમે ઈચ્છીએ છીએ કે અમારી મંજુરી વિના ઈરાનના નવા વડા અમાન્ય છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જયારે અયાતુલ્લા ખામેનેઈની હત્યા બાદ શરૂ થયેલું યુદ્ધ હવે નાટકીય વળાંક પર પહોંચી ગયું છે. મોજતબા લાંબા સમયથી આ પદનો સંભવિત દાવેદાર માનવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે મોજતબાએ આ પહેલા કયારેય પણ કોઈ સરકારી પદ માટે ચુંટણી નથી કે કોઈ પદ પર નિયુક્ત થયા.
દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે ખામેનેઈનો દીકરો અમારા માટે અમાન્ય છે. અમે ઈચ્છીએ છીએ કે ઈરાનમાં એવી વ્યક્તિ સતામાં આવે જે શાંતિ અને સૌહાર્દ લાવે. આથી મોજત બાને અમેરિકાના વિરોધનો સામનો કરવો પડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ