ટાટા એઆઈએલાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા ‘શુભ ફ્લેક્સી પેન્શન પ્લાન’

લોન્ચ કરાયો: માર્કેટ-લિંક્ડ ગ્રોથ સાથે ગેરંટેડ લાઈફટાઈમ ઈન્કમ

કલ્પના કરો કે, તમે એવી માનસિક શાંતિ સાથે નિવૃત્ત થાવ છો કે, તમારી આવક નિવૃત્તિ પછી પણ આજીવન ચાલુ રહેશે, કે પછી એક એવી નિવૃત્તિ જેમાં તમારી બચત તમને આર્થિક સ્થિરતા પૂરી પાડવાની સાથે સાથે, વધતી મોંઘવારીનો સામનો કરવામાંતથા તમારી જીવનશૈલી જાળવી રાખવા માટે વધતી પણ રહે. ટાટા એઆઈએલાઈફ ઈન્સ્યોરન્સે ‘શુભ ફ્લેક્સી પેન્શન પ્લાન’દ્વારા આ સ્વપ્નને સાકાર કર્યું છે, જે તમને આત્મવિશ્વાસ, સુગમતા અને નાણાકીય સુરક્ષા સાથે નિવૃત્ત થવામાં મદદ કરવા માટે રચાયેલ સોલ્યુશન છે.
કમલ ભારદ્વાજ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ બેંકાસ્યોરન્સ ઓફિસર, ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ એ જણાવ્યું હતું કે, ભારતમાં નિવૃત્તિના આયોજનમાંસતત બદલાવ જોવાઈ રહ્યા છે. વધતું આયુષ્ય, સ્વાસ્થ્ય સેવાઓના વધતા ખર્ચ અને વ્યાજ દરોમાં થતી વધઘટને ગણતરીમાં લેતાં, લોકો હવે એવા ઉકેલો શોધી રહ્યા છે જે માત્ર આર્થિક સ્થિરતા આપવાની સાથે સાથે તેમની સાથે વૃદ્ધિ પામતાં રહે. આવા લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ‘શુભ ફ્લેક્સી પેન્શન પ્લાન’ રજૂ કરવામાં આવ્યો છે, જે ગ્રાહકોને ગેરેન્ટેડ આવક અને તેમની બચતમાં વૃદ્ધિની તક એમ બંને ઉપલબ્ધ બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ