મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીમાં: સ્થાનિક ચૂંટણીઓના શેડ્યુલ અને પરિબળની ચર્ચા

હાલ ચાલી રહેલ યુદ્ધના કારણે રાંધણ ગેસના ભાવ અને અછતને લઈને પેદા થયેલી સ્થિતિ મામલે મોવડી મંડળનું માર્ગદર્શન લેવાશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને જે જે મહાનગર પાલિકાઓથી લઇ નગરપાલિકાઓમાં ચૂંટાયેલા બોર્ડની મુદત પુરી થઇ રહી છે ત્યાં સરકાર દ્વારા વહીવટદાર નિમવાની પ્રક્રિયા પણ શરુ થઇ છે અને માનવામાં આવે છે કે તા.15કે તેની આસપાસ ચૂંટણીઓ જાહેર થઇ શકે છે તે વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જતાં આ ચર્ચાને વેગ મળ્યો છે. શ્રી પટેલ આજે વિધાનસભામાં એક કલાક માટે હાજરી આપીને દિલ્હી જવા રવાના થયા હોવાના અહેવાલ છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અગાઉ જ ગઇકાલે રાત્રે દિલ્હી પહોંચીને આજે સવારે હરિયાણામાં તેઓને રાજ્યસભાની ચૂંટણી અંગે તેમને જે કેન્દ્રીય નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાય છે તે સંદર્ભમાં તેઓ રોહતકમાં આજે બેઠકો યોજી રહ્યા છે અને માનવામાં આવે છે કે બપોર બાદ તેઓ દિલ્હી પહોંચી શકે છે.
આમ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્નેની દિલ્હીમાં હાજરી સુચક છે. સુત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી ભાજપ માટે કોઇ ચિંતા વગરની જે ચૂંટણીઓ મનાતી હતી તેમાં ગલ્ફના યુધ્ધ ચિંતા વધારી દીધી છે અને ખાસ કરીને રાંધણ ગેસ સહિતના ભાવ વધારા અને હવે પુરવઠો મળતો રહે તે જોવાની સરકારની કવાયત એ આગામી ચૂંટણીમાં જો પરિસ્થિતિ યોગ્ય રીતે ન સંભાળી શકાય તો ચૂંટણી મુદ્ો બની શકે છે અને તેથી ભાજપને તેની વ્યૂહ રચનામાં આ ફેક્ટર ઉમેરવું પડશે અને આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ બંનેની હાજરીમાં આ અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે. સરકાર વહીવટદાર નિમવાની પ્રક્રિયાને પુરી કરીને આ સપ્તાહમાં જ નિર્ણય લેવાય જશે તેવા સંકેત છે.

રિલેટેડ ન્યૂઝ