વેરાવળના બાદલપરા ગામે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પરિવાર દ્વારા ગાયો સાથે કેશુડાના રંગોથી હોળી રમી

વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામ એક આદર્શ ગામ છે અને આ ગામ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ નુ ગામ છે ભગવાનભાઈ બારડ અને તેમના પરીવાર પ્રત્યે વર્ષો થી ખુબજ પ્રેમ અને લાગણી છે.
બાદલપરા ગામે રાધે નામની ગૌશાળા પણ આવેલ છે આ ગૌશાળા મા 40 થી વધુ ગીર ગાય સહિત જુદી જુદી જાતવાન ગાયો છે અને તેમની સારી રીતે ઉછેર કરવામાં આવી રહેલ છે. આ વર્ષ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ગોવિંદભાઈ બારડ અને રામભાઈ બારડ સહિત પરીવાર ના ભાઇઓ બહેનો સાથે મળીને હોળી નો તહેવાર ગાયો સાથે કેશુડા ના રંગ થી મનાવવાનું નક્કી કરેલ જેથી ગાયોને કેશુડા ના ફુલો થી નવડાવવામા આવેલ અને સાથે ખજૂર ડારીયા ધાણી મમરા અને ઘંઉ મા ધી ઉમેરી ખવડાવવામાં આવેલ અને પરીવાર ના સભ્યો એ ગાયો સાથે ખખુબ આનંદ ઉલ્લાસ સાથે હોળી ધુળેટી ના ઉત્સવ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
આ બાબતે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ જણાવ્યું કે આ વર્ષે અમે પરીવારે નક્કી કરવામાં આવેલ કે બહાર જવાની બદલે ગૌશાળા મા ગાયો સાથે આખા પરીવાર દ્વારા હોળી મનાવવી અને ગાયો ને કેશુડા ના ફુલો થી નવડાવી અને હોળી ધુળેટી નો તહેવાર મનાવેલ જેથી પરીવાર ના દરેક સભ્યો ને ખુબજ આનંદ થયેલ તેવોએ વધુ મા જણાવ્યું કે ગાય ને આપણે માતા નો દરજ્જો આપ્યો છે તેથી દરેક લોકો એ ગાયો ની સેવા કરવી અને તેમની સાથે સહાનુભૂતિ અને પ્રેમ થી વર્તન કરવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ