ગુજરાતમાં ડિહાઇડ્રેશન, ડાયાબિટીસ અને વધુ પડતા મીઠાના સેવનથી કિડનીનું જોખમ વધી રહ્યું છે: વોકહાર્ટ હોસ્પિટલ્સના નિષ્ણાતોએ વિશ્ર્વ કિડની દિવસ પર ચેતવણી આપી

વધતા તાપમાન, બદલાતી ખાવાની આદતો અને જીવનશૈલીના રોગો સાથે, કિડની સંબંધિત આરોગ્ય સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતોના અંદાજ મુજબ ભારતમાં લગભગ 13 થી 15 ટકા વયસ્કો ક્રોનિક કિડની ડિસીઝ (ઈઊંઉ) થી પીડાઈ રહ્યા છે. ગુજરાતમાં આ સમસ્યા વધતી ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની અસર સાથે વધુ ગંભીર બની રહી છે. અભ્યાસો દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં લગભગ 10 થી 12 ટકા વયસ્કોમાં ડાયાબિટીસ જોવા મળે છે, જે કિડની ફેઈલ થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. તબીબી અંદાજ મુજબ ગુજરાતમાં હાલમાં 12,000થી વધુ દર્દીઓ નિયમિત ડાયાલિસિસ પર આધારિત છે, જે રાજ્યમાં કિડની સારવાર સેવાઓ પર વધતા દબાણને દર્શાવે છે.
આ અંગે ડો. રાજેશ ગણાત્રા, (સિનિયર ક્ધસલ્ટન્ટ, યુરોલોજિસ્ટ, વોક્હાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ)એજણાવ્યું હતું કે, કિડની સંબંધિત સમસ્યાઓ ઘણીવાર લાંબા સમય સુધી ચાલતી જીવનશૈલીની આદતોના કારણે ધીમે ધીમે વિકસે છે. વધુ મીઠાનું સેવન, પૂરતું પાણી ન પીવું અને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન હોવાને કારણે કિડનીને ગંભીર નુકસાન પહોંચી શકે છે. ગુજરાતમાં ખાસ કરીને કિડની સ્ટોન, યુરિનરી ઇન્ફેક્શન અને કિડની કાર્યક્ષમતા ઘટવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ