ઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરીયામાં 1રપ કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠનું નિર્માણ : ર6મીએ ખાતમુહુર્ત

ઇશ્ર્વરીયામાં ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય રપ કુંડી મહાયજ્ઞ યોજાશે

ઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરીયામાં 1રપ કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠનું નિર્માણ : ર6મીએ ખાતમુહુર્ત
ઇશ્ર્વરીયામાં ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય રપ કુંડી મહાયજ્ઞ યોજાશે

21 મી સદી જ્ઞાનની સદી તરીકે ઓળખાય છે ત્યારે ઉમિયા માતાજી મંદિર સિદસર ના નેજા હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે નવી દિશા તરફ આગળ ધપી રહેલા પાટીદાર સમાજે રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે 32 વિધા જમીનમાં 125 કરોડના શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત ‘જીવન વિદ્યાપીઠ’ નું આગામી તા. 26 ને રામનવમી ના રોજ ભૂમી પૂજન થશે. તા. 21 થી 2પ માર્ચ દરમ્યાન ઇશ્વરીયા ખાતે ત્રીવેણી સમારોહનું અદભૂત આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ, રાજકોટ માં વસતા સમગ્ર કડવા પાટીદારોનું જ્ઞાતી સમૂહ ભોજન, ધર્મસભા, દાતા સન્માન, મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ત્રિવેણી સમારોહમાં ભાગલેવા સમગ્ર પાટીદારોને આમંત્રણ આપવાના હેતુસર તાજેતરમાં મા ઉમિયાના ભવ્ય ઉમારથનું રાજકોટના વોર્ડવાઇઝ વિસ્તારોમાં રથયાત્રાનું પરિભ્રમણ દરમ્યાન કડવા પાટીદારો સહીત અન્ય સમાજના લોકોએ પણ ઉમારથનું ઉમળકાભેર ભવ્ય દિવ્ય સ્વાગત કર્યુ હતુ. રાજકોટના આંગણે આ અનેરા અવસરના વધામણા કરવા પાટીદાર સમાજમાં થનગનાટ જોવા મળી રહયો છે.
જીવન વિદ્યાપીઠ ના ભૂમીપૂજન પ્રસંગે તા. 21 થી 25 માર્ચ ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય રપ કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ છે. ઇશ્વરીયા ના શૈક્ષણિક પ્રોજેકટ માં ભૂમી દાન આપનાર દાતા પરિવારો આ મહાયજ્ઞમાં યજમાન બનશે. ત્રિવેણી સમારોહમાં બપોરે 1 થી 5 દરમ્યાન મહાયજ્ઞ દર્શન તેમજ પ્રદક્ષિણાનો લાભ દર્શનાર્થીઓ લઇ શકશે.
ઈશ્વરીયા ખાતે રાજત જયંતિ મહોત્સવ સ્મૃતિદિનની ઉજવણીના ભાગરૂપે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા જ્ઞાતી સમૂહ ભોજન યોજવામાં દાયકા પછી આગામી તા. 21 થી 2પ માર્ચ દરમ્યાન યોજાનાર ’ત્રિવેણી સમારોહ’ માં રાજકોટ વસતા પાટીદાર પરિવારોનું સમૂહ જ્ઞાતી ભોજન યોજાશે. ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, તથા મંત્રી જયેશભાઈ પટેલે જણાવ્યુ છે કે રાજકોટ શહેરના 30,000 થી વધુ પરિવારો તેમજ તેમજ સૌરાષ્ટભરના રાજકીય, સામાજીક અને સંસ્થાકીય પાટીદાર અગ્રણીઓ, કાર્યકરો રાજકોટમાં સમૂહ ભોજન પ્રસાદ લેશે. આ સમૂહ ભોજન પાંચ તબકકામાં યોજાશે.બપોરે 3 થી સાંજે 8 કલાકે યોજાનારા આ જ્ઞાતી સમુહ ભોજનમાં પાંચ દિવસ દરમ્યાન રાજકોટ શહેરના વોર્ડવાઇઝ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
જેમાં તા. ર1 ને શનિવારે વોર્ડ નંબર 1, 2, 3,4,5,6,7 અને 8 તા. રર ને રવિવારે વોર્ડ નંબર 9, તા. 23 ને સોમવારે વોર્ડ નંબર 10, 13,14, 15, 16, 17 અને 18 તા. ર4 ને મંગળવારે વોર્ડ નંબર 11 તા. 2પ ને બુધવારે વોર્ડ નંબર 12 ના કડવા પાટીદારો મહાયજ્ઞ દર્શન, સહિત સમૂહ ભોજનનો લ્હાવો લેશે.

આજે રેસકોર્ષથી શ્રીનાથધામ હવેલી સુધી શોભાયાત્રા

જગત જનની મા ઉમિયાની રથયાત્રા રાજકોટ શહેરમાં વોર્ડ વાઇઝ સાડા છ દિવસ પરિભ્રમણ કર્યા બાદ આવતી કાલે મા ઉમિયાના રથ તથા વિવિધ સામાજીક સંદેશા આપતા ફલોટસ્ સાથેની શોભાયાત્રા રાજકોટના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. વિવિધ જ્ઞાતીઓ તથા વિવિધ સંસ્થાઓ આ શોભાયાત્રામાં રાષ્ટ્રીય, આરોગ્ય, કૃષિ, શિક્ષણ, જીવદયા, પર્યાવરણ, જળ સંચય, ગ્રામ્ય સંસ્કૃતિ, તથા ભારતીય સંસ્કૃતિ જેવા સંદેશા સાથે ટેબલો (ફલોટસ્) સાથે જોડાશે. તેમજ શોભાયાત્રામાં 40 જેટલા સવગત પોઇન્ટ પર વિવિધ જ્ઞાતીઓના અગ્રણીઓ તેમજ સંસ્થાઓ આ શોભાયાત્રાનું સ્વાગત કરી જગત જનની મા ઉમિયાના આર્શીવાદ મેળવશે. રાજકોટના રાજમાર્ગો પર જગત જનની મા ઉમિયા નંદીની સવારી પર રથમાં બિરાજમાન થઇને સૌને આર્શીવાદ આપવા નગરયાત્રા કરશે.

રિલેટેડ ન્યૂઝ