ગીરગઢડા, હરમડીયા ઉના ,દેલવાડામાં ઉપવાસ આંદોલનના મંડાણ, બંધ કરેલી જૂનાગઢ-દેલવાડા ટ્રેન શરુ કરવાની માંગ
રેલ્વેતંત્રની હીટલરશાહી ની વીરોધમા રેલ્વે સામે પ્રતિક ઉપવાસ આંદોલન ઉના, દેલવાડા, હરમડિયા, ગીર ગઢડા અને ગીર પંથકના 24 જેટલાં ગામના આગેવાન આ આંદોલનને સમર્થન આપવા ઉમટી પડ્યા છે સર્વો પક્ષિય પાર્ટીના નેતાઓ પણ રેલ્વે મુદ્દે લડી લેવાના મુંળમા હોવાનું જાણવા મળ્યું છે
ગીર પંથકની જીવાદોરી સમાન ટ્રેનો લાંબા સમયથી બંધ કરી દેવાતા અને સમયપત્રકમાં ફેરફાર કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા હરમડીયા, ગીરગઢડા અને ઉના દેલવાડા રેલવે સ્ટેશન પર પ્રતીક ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું.મહત્વની ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે રેલવે તંત્ર દ્વારા જૂનાગઢ-દેલવાડા (52951) અને વેરાવળ-દેલવાડા(52949/52950) જેવી મહત્વની ટ્રેનો બંધ રાખવા અથવા તેના સમયમાં ફેરફાર કરવાના નિર્ણયને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામીણ જનતાનું કહેવું છે કે શહેરોમાં ફાટકની સમસ્યાનુંબહાનુ ધરીને વર્ષો જૂની ટ્રેન સેવા બંધ કરવી તે અન્યાય છે. જો ફાટક નડતરરૂપ હોય તો તંત્રએ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા જોઈએ, પરંતુ પરિવહન સેવા છીનવવી એ યોગ્ય નથી. સ્ટેશનો પર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આંદોલનના પગલે ગીરગઢડા, હરમડીયા અને દેલવાડા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ, ગ્રામજનો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. આંદોલનકારીઓએ ટ્રેન રોકીને તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોનો આક્ષેપ છે કે ૠખ/ઉછખ કક્ષાએ વારંવાર લેખિત રજૂઆતો અને આવેદનપત્ર આપવા છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે, પરિણામે અંતે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. દેલવાડામાં આશ્વાસન બાદ પારણા, અન્યત્ર આંદોલન યથાવત રહ્યું હતું આંદોલનની શરૂઆત થતા જ રેલવે સ્ટેશનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દેલવાડામાં જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો ઉપવાસ પર બેઠા હતા, ત્યારે સરપંચ પ્રતિનિધિ વિજયભાઈ બાંભણીયા સ્થળ પર પહોંચી સાંસદ રાજેશ ચુડાસમા સહિતના પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હતી. ટ્રેન વહેલી તકે શરૂ થઈ જશે તેવી ખાતરી મળતા દેલવાડામાં વેપારીઓએ પારણા કર્યા હતા. બીજી તરફ, ગીરગઢડા અને હરમડીયામાં આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા છે. ગીરગઢડાના સરપંચ અને ગ્રામજનોએ જણાવ્યું કે જ્યાં સુધી બંધ કરાયેલી ટ્રેન વાસ્તવમાં શરૂ નહીં થાય ત્યાં સુધી આ ઉપવાસ કરવા છે.
