વેરાવળ વિભાગની કચેરી દ્વારા 458 બાકીદારોના વીજ જોડાણ કાપવામાં આવ્યા

બાકી વિજબીલ વસુલાત માટે તંત્રની કાર્યવાહી

વેરાવળ વિભાગીય હેઠળ આવેલા પશ્ચિમ ગુજરાત વીજ કંપની ના વીજ ધારક પાસેથી બાકી વી જ બીલ વસુલાત માટે વિશેષ મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવતા 458 બાકીદારોના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે.
આ અભિયાન અંગે કાર્યપાલક ઇજનેર જી બી વાઘેલા એ જણાવેલ કે, બાકીદારોને વ્યાપક જાહેરખબર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સ્થાનિક અખબારો, જાહેર સૂચનાઓ, માઇનિંગ તથા વ્યક્તિગત નોટિસ દ્વારા પૂરતી તક આપી પોતાની બાકી રકમ સમયસર ભરપાઈ કરે તેમ જણાવ્યા બાદ કાર્યવાહી શરૂ કરતા કુલ 458 બાકીદારોના વીજ જોડાણ નિયમ મુજબ કાપવામાં આવ્યા છે તેની બાકી રકમ રૂા.39.59 લાખ હતી. સાથે આ અભિયાન દરમ્યાન 1156 બાકીદારોએ તાત્કાલિક ઓનલાઈન ચુકવણી કરી રૂા.57.82 લાખ ની રકમ જમા કરાવી છે. વધુમાં જણાવેલ કે, આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડીસ કનેક્શન ડ્રાઇવ નિયમિત અને વારંવાર હાથ ધરવામાં આવશે તેથી તમામ બાકીદારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક બાકી રકમની ચુકવણી કરી અનાવશ્યક કાર્યવાહીથી બચી રહે અને બાકી રકમની સંપૂર્ણ ચુકવણી થયા બાદ નિયમ મુજબ પુન: જોડાણ આપવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ