દીવમાં આઈએનએસ ખુકરી યુધ્ધ જહાજની નીચે માટી ભરાય જતા ઝુકી ગયું

દીવ પ્રશાસને કામગીરી કરાવ્યા બાદ જહાજને મુળ સ્થિતિમાં લવાયું

દીવમાં ચાર વર્ષ પહેલા આઈએનએસ ખુકરી યુધ્ધ જહાજ વિશાખા પટનમથી લાવવામાં આવ્યું હતુ. આ યુધ્ધ જહાજ લોકો નિહાળે અને દેશના શોર્ય અને બલીદાનને લોકો યાદ કરે જહાજ આવી ગયાબાદ સ્થાનિકો અને પર્યટકોની અનેકવર વિઝીટ કરી અને ઈતિહાસ પણ જાણ્યો હતો. તાજેતરમાં હાલ યુધ્ધ જહાજ પાસે પ્રોમેનાડ પ્રોજેકટની ડાયફ્રેમ વોલ બનાવવામાં જહાજની નીચે માટી આવી જતા જહાજમાં નાનુ મોટુ નુકશાન થયું હતુ. જેથી દીવ કલેકટર રાહુલદેવ બુરાના માર્ગદર્શનમાં ફીશરીઝ અધિકારી શુકર આંજલી અને યુવા જાગૃત માછીમાર ગ્રુપના માછીમારભાઈઓના સહીયારા પ્રયાસ સ્વરૂપે જહાજ પાસે આવી અ ને નવા બે એન્કરોને દરિયામાં મૂકી અને જહાજને સ્ટેબલ કરવામાં મદદરૂપ બન્યા હતા. તેમજ જહાજમાં નીચેની સાઈડ તળીયામાં પાણી આવતું હોય તેને રોકવા માટે ભાવનગરથી ટેકનીકલ ટીમને બોલાવી અને કામગીરી કરાવી ત્યારબાદ પાણી આવતું બંધ થયું અને હાલ, આ જહાજને મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ