કિડવાઇનગરમાં અમીત જોટંગીયાના મકાનમાં સ્થાનીક પોલીસની જડતી
અમદાવાદમાંથી પકડાયેલ ચાલી નોટનું પગેરુ રાજકોટ પહોંચતા કીડવાઈનગરમાં પોલીસની ટીમ ત્રાટકી હતી અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પ્રદીપ જોટંગીયા નામના યોગ ક્લાસ ટીચરને જાલી નોટના મોટા જથ્થા સાથે પકડી પાડ્યા બાદ તપાસમાં તેમનો પરિવાર રાજકોટ રહેતો હોવાની સ્થાનિક પોલીસને માહિતી મળતા જ યુનિવર્સિટી પોલીસની ટીમ કીડવાઈ નગરમાં આવેલા પ્રદીપ જોટંગીયાના ભાઈના ઘરે ત્રાટકીને સર્ચ હાથ ધર્યું હતું.પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, યુની. પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદમાંથી જાલી નોટ સાથે પકડાયેલ પ્રદીપ દિલીપ જોટંગીયા નો પરિવાર કીડવાઈ નગરમાં આવેલ મકાનમાં રહે છે જેથી પોલીસની ટીમે તુરંત જ દોડી જઈ કીડવાઈ નગરમાં આવેલ પ્રદીપના ભાઈ અમિત જોટંગિયા મકાનમાં તપાસ હાથ ધરી હતી. જોકે તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસે તેની નોંધ કરી હતી.જો કે, અમિત જોટંગિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તેમના ભાઈને આ ફસાવવાનું કાવતરું છે, તેમનો ભાઈ નિર્દોષ છે. તેમજ આગામી સમયમાં આવી રહેલ નાની મોટી ચૂંટણીઓની ખાર રાખીને તેમના ભાઈને ફસાવવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રદીપ જોટંગીયા અને અમિત જોટંગીયા તેના પરિવાર સાથે રાજકોટના કીડવાઈ નગરમાં છેલ્લા 20 વર્ષથી સાથે રહેતા હતા અને બંને યોગ ક્લાસ ચલાવે છે. જ્યારે પ્રદીપ જોટંગીયા છેલ્લા બે વર્ષથી અમદાવાદ સ્થાય થયેલ છે અને તે પણ ત્યાં યોગ ક્લાસ ચલાવે છે.
