ગીર સોમનાથ પોલીસે પ્રોહીબીશનના સાત ગુનામાં નાસતો ફરતો લિસ્ટેડ બુટલેગર ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓમાં અટક કરવાના બાકી આરોપીને પકડી પાડી સુચના આપતા એલ.સી.બી. ના પો. ઇન્સ. એસ.વી.રાજપુત, પો. ઇન્સ, જે. એન. ગઢવી, એલ.સી.બી.ના પો. સબ ઇન્સ એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા ની રાહબરી હેઠળ પો.કોન્સ અશોકભાઈ મોરી, રવિભાઈ ગોહિલ, કરણસિંહ ચૌહાણ સહિતનાને મળેલ બાતમી ના આધારે વેરાવળ પોલીસ માં ચાર તથા પ્રભાસ પાટણ પોલીસ ના બે અને આણંદ જિલ્લાના તારાપુર પોલીસ ના એક ગુનામાં અટક કરવાના બાકી આરોપી રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા રહે.વેરાવળ, મોટા કોળીવાડા, બારીયા શેરી વાળાને કોળીવાડા, બારીયા શેરીમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ પકડાયેલા લિસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા રહે.વેરાવળ વાળા વિરૂધ્ધમાં કુલ-15 પ્રોહીબીશનના ગુનાઓ દાખલ થયેલ હોવાનું પોલીસે જણાવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
જૂનાગઢના સજા વોરંટના કામે 6 માસથી નાસતા-ફરતા આરોપીને આદીપુરથી પકડી લીધો
જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ એ સજા વોરંટના કામે 6 માસથી નાસતા-ફરતા આરોપીને આદીપુરથી પકડી પાડી, કોર્ટમાં રજૂ... -
મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ગોલા મંદિર વિસ્તારમાંથી ગુમ થનાર મહિલાને બાળક સાથે ગીર સોમનાથ પોલીસે શોધી કાઢી
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર... -
ઓખાના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ શંકાસ્પદ બોટની તલાશી લેવાઈ
ઓખાના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સધન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ બોટની તલાશી લેવાઈ...
