રાજ્યમાં પ્ોટ્રોલ અન્ો ડીઝલની અછત વર્તાઇ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદૃર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગ્ો સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં ઇંધણનો પ્ાૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઇપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ આ બાબત્ો દૃર બ્ો દિૃવસ્ો આ બાબતનો ખાસ રિવ્યૂ લઇ રહૃાા છે.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોન્ો વિનંતી કરી છે કે, સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્ર્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં.
ઇંધણના સપ્લાય અંગ્ો વિગતો આપતા ત્ોમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના માર્ગદૃર્શનમાં ઇંધણ જથ્થાના મુદ્દેે એક મહત્વની બ્ોઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પ્ોટ્રોલ પંપ પર ઇંધણ નિયમિત રીત્ો મળી રહે ત્ો માટે સતત રીવ્યુ લેવામાં આવી રહૃાા છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઇ ઇસ્યુ હશે તો ત્ોની તાત્કાલિક નોંધ લઇન્ો નિરાકરણ લાવવામાં આવશે.
