દીવ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં સ્વીમીંગ પુલ આજથી થશે કાર્યરત

દીવ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સ્વીમીંગ પુલ રીપેરીંગના અભાવે બંધ હતો. ફેબ્રુઆરી માસમાં પ્રાશસક પ્રફુલ પટેલ સાહેબના દિશા-નિર્દેશ બાદ અને દીવ કલેક્ટર રાહુલ દેવ બુરા સાહેબના નિરિક્ષણ બાદ આ સ્વીમીંગ પુલ તા. 23 માર્ચ સોમવારથી જનતા માટે ખુલ્લો મુકાશે કોમ્પ્લેક્ષમાં કુલ ત્રણ સ્વીમીંગ પુલ છે. જેમાં એક નાના બાળકો માટેનો છે. આ સ્વીમીંગ પુલનો લાભ લેવા રજીસ્ટ્રેશન ફી મંથલી રૂા. 500 અને બાળકો માટે રૂા. 100 છે. ટુંક સમય બાદ સ્વીમીંગ કોચની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે. તેવું એપીઈઓ શ્રીનાથજી જેઠવાએ જણાવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબે સ્વીમીંગ પુલની વિઝિટ સમયે જણાવેલ કે, સરકારી અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ કર્મી અને સ્વીમીંગ કરી અને પોતાની ફિટનેશ જાળવી રાખે.

રિલેટેડ ન્યૂઝ