ઈરાન-અમેરિકા-ઈઝરાયેલનું યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે તો એક તરફ ઈરાનના અનેક વિસ્તારોમાં દેશના સર્વોચ્ચ વડા મોજતબા ખામેનેઈની તરફેણમાં દેખાવો શરૂ થયા છે તો અમેરિકાએ હવે યુદ્ધ તુર્તજ ખત્મ કરવા માંગ મજબૂત થઈ છે. જે રીતે યુદ્ધનો ખર્ચ અમેરિકી જનતા પર વધી રહ્યો છે તો અમેરિકી સેનેટના માઈનોરિટી લીડર શ્યુમેટે સોશ્યલ મીડીયા પર પોસ્ટમાં ઈનફ ઈઝ ઈનફ યુદ્ધનો અંત લાવો તેવું જણાવીને ઉમેર્યુ કે રિપબ્લીકન પક્ષના અનેક સાંસદો પણ માને છે કે આ યુદ્ધમાં ટ્રમ્પ શાસનનો હેતુ નિશ્ર્ચિત નથી. તેઓએ બીલીયન ડોલર યુદ્ધનો ખર્ચ થઈ રહ્યો હોવાનું જણાવી ઉમેર્યુ કે ગેસોલીન (પેટ્રોલ)નો ભાવ હવે 3.94 ડોલર સુધી પહોંચી ગયો છે. જે માર્ચ માસમાંજ 93 સેન્ટ વધી ગયો છે. જયારે અમેરિકાના ત્રણ રાજયોમાં તે પાંચ ડોલર થઈ ગયો છે. જયારે 6 રાજયોમાં તે 4 ડોલર નોંધાયા છે. 20 દિવસમાં જ આ વધારો થયો છે. કેલિફોર્નિયાનો ભાવ 5.66 ડોલર થયો છે. વોશિંગ્ટન, હવાઈ સહિતના 6 રાજયોમાં તે 4 ડોલર નોંધાયો જે યુદ્ધ પુર્વે 2.40 ડોલર હતા.
રિલેટેડ ન્યૂઝ
-
ઈરાનના નાગરિક-વિજ મથકોને નિશાન બનાવતું ઈઝરાયેલ
યુદ્ધ હવે ખતરનાક વળાંક પર: હોર્મુઝ ખોલાવવા અમેરિકા કેવો હુમલો કરે છે તેના પર નજર: તહેરાન... -
ટ્રમ્પના નિર્ણયથી ભારત-ચીનના વિદ્યાર્થીઓને ઝટકો
અમેરિકા જવાના સપના પર પાણી ફરી વળ્યુ? ભારત અને ચીનના નાગરિકોને જાહેર કરવામાં આવતા વિઝાની સંખ્યામાં... -
સેન્સેક્સમાં ૧૮૩૬ પોઈન્ટનો ઘટાડો: ૧૧ લાખ કરોડનું ધોવાણ
મધ્ય પૂર્વ યુધ્ધથી તમામ બજારોમાં ઘેરી મંદી મધ્ય પૂર્વમાં વધુને વધુ ભયાનક બની રહેલા યુધ્ધને કારણે...
