ઇઝરાયેલ અને કુવૈત, જોર્ડન, બહેરીન પર ઇરાનના હુમલા

ઉઝરાયલ-અમેરિકા અન્ો ઇરાન વચ્ચેે ચાલી રહેલા યુદ્ધમાં યુએસ પ્રમુખ ટ્રમ્પના ૧૫ મુદ્દાના શાંતિ પ્રસ્તાવન્ો ફગાવતા ઇરાન્ો ઇઝરાયેલ ઉપરાંત ગલ્ફમાં અમેરિકી સ્ોન્ય બ્ોઝન્ો નિશાન બનાવી, કુવૈત, બ્ોહરીન, જોર્ડન સહિતના દૃેશો પર ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા કુવૈત ઇન્ટરન્ોશનલ એરપોર્ટ પર ઇરાન્ો કરેલા ડ્રોન હુમલા બાદૃ યુએલ સ્ટોરેજમાંથી ધુમાડો નિકળી રહૃાો છે.

ટ્રમ્પના ૧૫ મુદ્દાના શાંતિ પ્રસ્તાવ અન્ો સમાધાનના દૃાવા વચ્ચે

બહેરીનમાં ૧નું મોત:ઇરાનના અન્ોક ડ્રોન તોડી પાડ્યાનો સાઉદૃી અરેબિયાનો દૃાવો:કુવૈતના એરપોર્ટ પર હુમલો:યુઅલ ટેન્કમાં આગ

ઈરાન પરના આક્રમણમાં આજે 25 દિવસ બાદ પણ હજુ સુધી કોઈ નિર્ણાયક સમય આવ્યો નથી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમાધાન થઈ રહ્યુ હોવાના દાવા કરે છે તે વચ્ચે ઈરાને આજે ઈઝરાયેલ, કુવૈત, જોર્ડન અને બહેરીન પર હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ એ જાહેર કર્યુ છે કે તેઓએ કુવૈતમાં અમેરિકી મથકો પર પણ મિસાઈલ હુમલા કર્યા છે. આ ઉપરાંત અન્ય ત્રણ દેશોને પણ નિશાન બનાવ્યા છે અને અમારું યુદ્ધ ચાલુ જ છે. બીજી તરફ અમેરિકાના વોર ઓફ સેક્રેટરી પીટ હેગસેટ એ દાવો કર્યો કે ઈરાનને અમે પ્રથમ દિવસથી જ હરાવી દીધું હતું પરંતુ જયાં સુધી અમારા લક્ષ પુરા ન થાય ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. ખાસ કરીને ગલ્ફના દેશોમાં બહેરીન અને જોર્ડનને ઈરાને વધુ આક્રમક રીતે નિશાન બનાવ્યા છે અને બહેરીનમાં ઈરાની હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. યુએઈએ જાહેર કર્યુ હતું કે કુવૈત પર પણ ઈરાનના હુમલામાં ડિફેન્સ સીસ્ટમને કાર્યરત કરાઈ છે. અત્યાર સુધીમાં યુએઈમાં ઈરાનના હુમલામાં આઠ લોકો માર્યા ગયા છે જયારે સાઉદી અરેબીયાએ પણ સ્વીકાર્યુ કે તેણે અનેક ઈરાની ડ્રોનને તોડી પાડયા છે.
યુદ્ધ વિરામની ટ્રમ્પની વાતો વચ્ચે હુમલા યથાવત છે. ઈરાને કુવૈતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોનથી એક ફયુલ ટેન્ક પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ત્યાં આગ લાગી હતી. જો કે કોઈ જાનહાનીના ખબર નથી.આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઈરાને કુવૈતના ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવ્યું હતું અને ડ્રોનથી ફયુલ ટેન્ક પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમાં આગ લાગી હતી.
કુવૈત એરપોર્ટ પર ઈરાનનો આ ત્રીજો ડ્રોન હુમલો છે. ખાડી દેશના ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઓનલાઈન જાહેર એક નિવેદનમાં કહ્યું હતું કે આ મામલામાં માત્ર સીમીત નુકસાન થયું છે.

યુદ્ધ રોકવા માટે ઈરાન-અમેરિકા વચ્ચે શરતોની આપલે
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં અમેરિકાએ ઈરાનને 15 મુદા પર સંમત થવા જણાવ્યું છે. જો કે આ તમામ પંદર મુદા જાહેર કરાયા નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાન પોતાના બેલેસ્ટીક મિસાઈલ અને અણુ કાર્યક્રમને સંપૂર્ણ બંધ કરી દે અને ઈરાન પાસે જે સમૃદ્ધ યુરેનીયમ છે તે અમેરિકાને સુપ્રત કરી દે તે સહિતની માંગણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બીજી તરફ ટ્રમ્પના પ્રસ્તાવના જવાબમાં ઈરાને ખાડીના ક્ષેત્રોમાંથી અમેરિકી સૈન્ય મથકો સંપૂર્ણ બંધ કરવા, ઈરાન પરના તમામ પ્રતિબંધો હટાવી લેવા, લેબનનમાં હિઝબુલ્લા વિરુદ્ધ ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી રોકવા અને હોર્મુઝ જળમાર્ગથી નિકળતા તમામ જહાજો પાસે ચોકકસ ફી વસુલવા ઈરાનને સતા આપવા પણ માંગણી કરવામાં આવી છે. એટલું જ નહી અમેરિકાએ એ ખાતરી આપવી પડશે કે તે ભવિષ્યમાં કદી ઈરાન પર હુમલો નહી કરે અને હોર્મુઝ જળમાર્ગ ઈરાનના જ નિયંત્રણમાં રહેશે તે પણ માંગણી કરી છે.

રિલેટેડ ન્યૂઝ