પોકસોની કલમ હેઠળ જંગલેશ્ર્વરના શખ્સ સામે ફરીયાદ
હાથીખાના વિસ્તારમાંથી ફિલ્મી ઢબે 15 વર્ષીય સગીરાનું ઘર બહારથી મોડી રાત્રે ત્રણ વાગ્યે સ્વીફ્ટ કારમાં અપહરણ કરી સગીરાને બે કલાક સુધી શહેર આખામાં ફેરવી હવસખોર શખ્સે શરીરે અડપલાં કરી જાતીય હુમલો કર્યો હતો. બાદમાં સગીરાને ઘર બહાર ઉતારી હવસખોર ફરાર થઇ ગયો હતો. જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર જંગલેશ્વરના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે હાથીખાના વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પરિણીતાએ આરોપી તરીકે નવાજખાન શેરખાન ઘોરી (પઠાણ) (રહે. ન્યુ સાગર સોસાયટી શેરી નં.-2, જંગલેશ્વર ) નું નામ આપતાં એ ડિવિઝન પોલીસે બીએનએસ એકટ 75,137 (2) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં બે દિકરી તથા બે દિકરા છે. જેમાં સૌથી મોટી દિકરી (ઉ.વ.15) છે, તેણીના પતિ રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. પરિણીતાએ જણાવ્યું હતું કે, ગઈકાલે વહેલી સવારના આશરે પાંચ વાગ્યે અમે ઘરે સુતા હતા ત્યારે ઘર પાસે દેકારો થતા તેણી અને તેના પતિ જાગી ગયા બાદ ઘરની બહાર નીકળી જોતા ઘર પાસે 15 વર્ષીય દિકરી ઉભેલ હતી અને તેની બાજુમા નવાજખાન શેરખાન ઘોરી(પઠાણ) તેની સફેદ કલરની કાળા કાચ વાળી ગાડી નં. જીજે-03-એનબી-7059 લઇ ઉભેલ હતો. તેની ગાડી પાછળ અંગ્રેજીમાં “નવાબ” લખેલ હતુ. તે દિકરી સાથે જબરજસ્તી કરતો હતો. તે વખતે દિયર આવી જતાં નવાજખાન શેરખાન ગોરી તેની સ્વીફટ ગાડી લઇ ભાગી ગયેલ હતો. દિયર પોતાની રીક્ષા લઇને નવાજની પાછળ ગયેલ હતા. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, આ સમયે દિકરી રડતી હોય તેને બનાવ અંગે પૂછતાં તેણે જણાવેલ કે, મોડી રાત્રીના આશરે ત્રણેક વાગ્યે નવાજખાન ઘોરી(પઠાણ) એ તેના મોબાઇલ નંબર 93277 88908 માથી મેસેજ કરેલ હતો અને ઘરની બહાર બોલાવેલ હતી, જેથી હુ ઘરની બહાર નીકળતા શેરીમા નવાજખાન ઘોરી (પઠાણ) તેની સ્વીફટ ગાડી લઇને ઉભેલ હતો, જેથી હુ ત્યા ગયેલ તો તેણે મને ગાડીમાં બેસવાનું કહેતા તેને ગાડીમા બેસવાની ના પાડી દીધી હતી. જે બાદ તે મારો હાથ પકડી જબરજસ્તીથી ગાડીમાં આગળની શીટમા બેસાડી દીધી હતી અને કાર ચાલુ કરી હંકારી મૂકી હતી. તેની ગાડીમા કાળા કાચ હોવાથી તેમજ ખુબજ અંધારૂ હોવાથી તે મને કયા કયા લઇ ગયેલ હતો તે મને યાદ નથી પરંતુ તેણે મારા શરીરે હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. તેને હાથ ફેરવવાની ના પાડી હોવા છતાં નવાજખાન પઠાણે સતત મારા શરીરે હાથ ફેરવી અડપલાં કર્યા હતા. વધુમાં પુત્રીએ જણાવ્યુ હતું કે, નવાજખાન શેરખાન ઘોરીને અગાઉ મોબાઇલ ફોનમા વાત કરવાની ના પાડેલ હતી તેમ છતા તે મને અવાર નવાર ફોન કરી હેરાન પરેશાન કરે છે. 15 વર્ષીય પુત્રીએ આપવીતી વર્ણવતા પરિજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જે બનાવ અંગે માતા સહિતના પરિજનો એ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને હવસખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મામલામાં પોલીસે પોક્સો એક્ટ સહીતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક હવસખોર શખ્સ નવાજખાન શેરખાન ઘોરી(ઉવ 20 રહે. ન્યુસાગર સોસાયટી શેરી નં.-2, જંગલેશ્ર્વર, રાજકોટ)ને તેના ઘરેથી જ ઉઠાવી લઇ સ્વીફ્ટ કાર કબ્જે કરી હતી. ઝડપાયેલ શખ્સની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત આપતાં જણાવ્યું હતું કે, તેણે એકાદ વર્ષ પૂર્વે સગીરાનો ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કર્યો હતો. બાદમાં તેં અવાર નવાર સગીરાને વાતચીત કરવા દબાણ કરતો હતો પણ સગીરા તાબે નહિ થતાં તેં મોડી રાત્રે કિશોરીના ઘર બહાર ધસી આવ્યો હતો અને કારમાં સગીરાને ઉઠાવી જઈ જાતીય હુમલો કર્યો હતો.
