રામનવમીના દિને બગસરાથી વડોદરા વાયા આણંદ બસનો શુભારંભ

વલ્લભવિદ્યાનગર ભણતા વિદ્યાર્થીઓ માટે આ બસ આર્શીવાદ બનશે
નવી બસ શરૂ થતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી
રાજય એસ.ટી.વિભાગ દ્વારા નવી બસની ફાળવણી કરવામાં આવતા બગસરાના મુસાફરોની માંગને ધ્યાને રાખી બગસરાથી વડોદરા વાયા આણંદ બસનો શુભારંભ રામનવમીના પર્વ પર પ્રારંભ થશે.નવી બસ શરૂ થતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. બગસરા પેસેન્જર એસો. અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવી બસ શરૂ કરવા માટે અવારનવાર માંગણી કરવામાં આવતી હતી. બગસરા પંથકના અનેક લોકો વડોદરા, આણંદ, વલ્લભવિદ્યાનગર સ્થાયી થયા હોવાથી મુસાફરોને બગસરા આવવા માટે કોઈ સીધી બસની સુવિધા નહોતી જેથી અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા બગસરાથી વડોદરા વાયા વલ્લભવિદ્યાનગર બસનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે. આ બસ બગસરાથી રાત્રિના 10 કલાકે ઉપડશે જે અમરેલી, બોટાદ, સાળંગપુર, તારાપુર ચોકડી આણંદ, વલ્લભવિદ્યાનગર થઈ સવારના 6:30 કલાકે વડોદરા પહોંચશે. વડોદરાથી આ બસ સાંજના 4 કલાકે ઉપડશે જે આ જ રૂટ પર થઈને પરત બગસરા રાત્રિના 1ર:30 પહોંચશે. મુસાફરોના હિતમાં નવી બસ શરૂ થનાર હોવાથી આ બસનો વધુમાં વધુ મુસાફરો લાભ લે તે માટે વિભાગીય નિયામક ભાવેશ પટેલ અને ડેપો મેનેજર નિમિષાબેન ગઢવીએ અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ