સાયબર ફ્રોડના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને રાજુલા પોલીસ સ્ટેશન ટીમે પકડી પાડયો હતો.રાજુલા ગામે રહેતાં ગૌરવભાઈ ધીરુભાઈ ટાંક સાથે જાનવી નામની એક મહીલાએ ગત તા.26-11-25 ના રોજ મોબાઈલથી સંપર્ક કરી અને ગૌરવભાઈને શેર ખરીદવાની ટીપ્સ આપી હતી. અને શેરોમા નફો કરાવી આપી ગૌરવભાઈ વિશ્વાસમાં લઇ અને બાદમાં શેરના રોકાણમાં ગૌરવભાઈને નુકશાન જતા તેમને નુકશાન રીકવર કરાવવા માટે અભિષેક શર્મા નામનાં ઇસમે ફરીયાદીને ક્રીપ્ટો કરીન્સીનુ એકાઉન્ટ બનાવી અને સફળહયતવફિૂંફિ નામના વ્યક્તિનો ચછ કોડ મોકલી અને તેમા ગૌરવભાઈ પાસેથી ચીંટીંગના નાણા ગુગલ પે ઞઙઈં ઈંઉ દ્વારા અલગ અલગ ટ્રાન્સેકશનો કરાવી કટકે કટકે આ ગૌરવભાઈ પાસેથી કુલ રૂપિયા 75,800 ની રકમ પડાવી લઇ સાયબર ફ્રોડનો ગુન્હો આચરેલ હતો.રાજુલા પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરાએ સદરહુ ગુન્હાની ગંભીરતાથી લઇ અને સાયબર ફ્રોડ આચરનાર આરોપીઓને શોધી કાઢવા અને ગુન્હો ડીટેકટ કરવા સબબ એક ટીમની રચના કરેલ અને અલગ અલગ દિશામાં તપાસ કરવા સુચના આપેલ હતી.રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ગુન્હામાં ટેકનીકલ એના લીસીસ આધારે બેંક ખાતામા રૂપીયાના ટ્રાન્સકેશન થયેલ હોય તે અને જે રૂપીયા એ.ટી.એમ દ્વારા ઉપાડવામા આવેલ જેના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરવામા આવેલ અને બાદ વધુ ટેકનીકલ એનાલીસીસ આધારે મધ્યપ્રદેશના ઈન્દોર ગામે રહેતાં અંશુમન કમલેશ કુમાર તંવર નામનાં આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં યુવકનું અપહરણ કરી ઉઠાવી ગયા બાદ લમધાર્યો
ભાઇએ પ્રેમલગ્ન કર્યા તેનો ખાર રાખી યુવતિના પરિવારે માર માર્યો રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં પ્રેમલગ્નના ડખ્ખામાં યુવકનું... -
શાપર- વેરાવળમાં નામચીન મહીલા 90 હજારના ગાંજા સાથે ઝડપાઇ
ગાંજો આપનાર સુરતના સપ્લાયરની શોધખોળ શાપરમાં મકાનમાંથી રૂ. 90 હજારની કિંમતના 1.803 કિલોગ્રામ ગાંજા સાથે કુખ્યાત... -
ખોડિયાર મિત્ર મંડળ દ્વારા કાલે રૂડો નવરંગ માંડવો
થાંભલી રોપણ, માતાજીનું સામૈયું, મહાપ્રસાદ અને થાંભલી વધાવવા સહિતના ધાર્મિક કાર્યક્રમો શ્રી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા...
