માનસિક વિકલાંગ સગીરા ઘરેથી બહાર નીકળતી ત્યારે 9 જેટલા શખ્સોએ અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરેલ: 8ની ધરપકડ
ગઢડા(સ્વામીના) તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અને માનસિક વિકલાંગતા ધરાવતી 14 વર્ષીય સગીરા સાથે લાખણકા ગામના ત્રણ અને ગઢડા ગામના છ શખ્સો મળીને કુલ નવ શખ્સો છેલ્લા છ મહિનાથી દુષ્કર્મ આચરી અને ગેંગરેપ કરતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ સાથે રોષ જોવા મળી રહ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ સગીરાની લાચારીનો લાભ ઉઠાવી નવ નરાધમોએ છેલ્લા છ મહિનાથી તેનું શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ બાબતે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગત થોડા દિવસ પહેલા સગીરા ગઢડા જતા મોડેથી પરત ફરતા ખેતીકામ કરી ગુજરાન ચલાવતા સાધારણ પરિવારના પિતાએ મોડુ થવા બાબતે સગીરાની પૂછતાછ કરતા સગીરાએ સમગ્ર બાબતે જાણ કરતા ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ ભોગ બનનાર સગીરા માનસિક તકલીફના કારણે અવારનવાર ઘરેથી નીકળી જતી હતી. જે દરમિયાન આરોપીઓએ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી સગીરાને પટાવી-ફોસલાવી અને ખોટી સહાનુભૂતિ બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. તેમજ છેલ્લા છ મહિનાથી 23 માર્ચ, 2026 સુધી આ દુષ્કૃત્ય ચાલતું રહ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ લાખણકા ગામે અને ગઢડા પુલ નીચે સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર બાબતે ગઢડા પોલીસે આરોપીઓ નારણ ઉર્ફે ઘૂલી નાગરભાઈ રાઠોડ (25) રહે. ગઢડા, સુરેશ ઉર્ફે સુરી નાગરભાઈ રાઠોડ (23) ગઢડા, સોયબ ઈકબાલભાઈ ચૌહાણ (25) ગઢડા, પૂર્વેશ અજયભાઇ ધોરપડે (24) ગઢડા, અલ્પેશ ઉર્ફે અક્કુ પંકજભાઈ મહેતા (22) રહે ગઢડા, આકાશ રમેશભાઈ પરમાર (22) ગઢડા, અજય ઉર્ફે અજ્જુ અરવિંદભાઈ મારુ (36) રહે લાખણકા, હમીર ડાંગર (45) રહે લાખણકા અને દોલતસિંહ ઉર્ફે પીન્ટુ ભુપતભાઈ પઢિયાર (36) રહે લાખણકા સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) કલમ 64(2)(શ), 75(2), અને 70(2) (ગેંગરેપ અને ગંભીર અપરાધ) અને પોક્સો (ઙઘઈજઘ) એક્ટ કલમ 3(ફ), 4, 5(લ), 7, 8, 9, 11(6) અને 17 મુજબ ગંભીર પ્રકારનો ગુન્હો દાખલ કરી વધારે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે આઠ આરોપીને પકડીને વધારે પૂછપરછ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નવમા આરોપી હમીર ડાંગરની અટકાયત બાકી છે.આ ઘટના અનુસંધાને સુરતના આગેવાને આકરી પ્રતિક્રિયા આપતા સમગ્ર ઘટનાને સમાજ માટે ’કલંકિત’ ગણાવી પીડિતાને ઝડપથી ન્યાય અપાવી આરોપીઓને કડકમાં કડક દાખલારૂપ સજા આપી સમાજમાં કાયદાનો ડર ઊભો થાય માટે યોગ્ય કરવા અને તમામ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવા માંગ કરી છે.
