જવાબવહીની ચકાસણી અંતિમ તબક્કામાં : મેમાં સંભવિત પરિણામો જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓની તપાસણી હવે અંતિમ તબકકામાં પહોંચી જવા પામેલ છે. જેમાં ધો.12 (સાયન્સ)ની – ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ થતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધો.12 સાયન્સના પરીક્ષા ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા 19 જેટલા વિદ્યાર્થીઓ હિયરીંગ આજથી શિક્ષણાધિકારી કચેરી ખાતે શરૂ કરી દેવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા ગત તા. 26 ફેબ્રુઆરીથી તા. 18 માર્ચ દરમિયાન લેવાયા બાદ ગત તા. 19 માર્ચથી રાજકોટ સહિત રાજ્યભરના 450થીવધુ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો પર ઉતરવાહીઓની તપાસણી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં 73 હજારથીવધુ શિક્ષકોના ઓર્ડર ઈશ્યુ કરી ઉતરવાહીઓની તપાસણીની કામગીરીમાં લગાડી દેવામાં આવેલ હતાં. આ ઉતરવાહીઓની તપાસણી હવે અંતિમ તબક્કામાં પહોંચી જવા પામેલ છે.
જેમાં વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓની તપાસણી હવે લગભગ પૂર્ણ થઈ જવા પામી છે. – આ દરમિયાન રાજકોટ જિલ્લા સીસીટીવીમાં પરીક્ષા ચોરી કરકતા કેદ માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા થયેલા 19 વિદ્યાર્થીઓના હિયરીંગ આજથી શરૂ કરી દેવામાં આવેલ છે. બોર્ડના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે મેં 2026માં બોર્ડની પરીક્ષાના પરીણામ જાહેર કરવા શિક્ષણ બોર્ડે તૈયારી શરૂ કરી છે. જેમાં પ્રથમ પરિણામ ધો.12 વિજ્ઞાન પ્રવાહનું આપવામાં આવશે.
