ઘરઆંગણે મોંઘવારી વધી રહી છે
વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારી શકતા નથી કે ઈરાન સામેનું યુદ્ધ દેશને ભારે પડયુ છે પણ 59% અમેરિકનો-ટ્રમ્પની સૈન્ય નીતિથી નારાજ છે. યુદ્ધના એક માસ છતા હજું કોઈ ઉકેલ નથી અને અમેરિકાને મોટી નાણાકીય નુકશાની થઈ રહી છે તથા ઘરઆંગણે પણ ભાવ વધી રહ્યા છે. તે વચ્ચે એનઓઆરસીના સેન્ટર ફોર પબ્લીક અફેર્સના એક વિશ્ર્લેષણ મુજબ અમેરિકા માને છે કે ઈરાન સામે અમેરિકાએ યુદ્ધ કરવાની જરૂર જ ન હતી અથવા તો વધુ પડતો સૈન્ય કાર્યવાહી કરી છે. ટ્રમ્પે ઈરાનમાં વધુ સેના ગોઠવી છે. ટ્રમ્પનું રેટીંગ ઓકે છે પણ લોકોને મોંઘવારી અસર કરી રહી છે.
