તહેરાનના મધ્યમાં મોટા હુમલાની તૈયાર કરતું ઇઝરાયલ : ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવશે
અમેરિકી સૈન્ય મથકોને પણ ટાર્ગેટ કર્યા : ઇઝરાયલ દ્વારા વળતી તૈયારી : ગાઝાની ચેકપોસ્ટમાંથી સૈનિકો ઘટાડીને લેબનન ભણી મોકલવા તૈયારી
અમેરિકાએ જાહેર કરેલા યુધ્ધવિરામ છતાં પણ ઇઝરાયલે ઇરાન પરના હુમલા ચાલુ જ રાખ્યા છે ઇરાન પણ પાડોશી ગલ્ફ દેશોની ચેતવણી છતાં પણ સંયુકત આરબ અમીરાતથી લઇ સાઉદી અરેબીયા સહિતના દેશો પર ડ્રોન અને મિસાઇલ હુમલા ચાલુ રાખતા જ યુધ્ધમાં ભાગ્યે જ કોઇ ઘટાડો થયો હોવાના સંકેત છે. ઇરાને ઇઝરાયલ ઉપરાંત ગલ્ફના દેશોમાં રહેલા અમેરિકાના સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોન હુમલામાં જરાપણ આક્રમકતા ઓછી નહીં કરી હોવાના સંકેત છે. ખાસ કરીને યુએઇ, કતાર, કુવૈત અને બહેરીન ઇરાની હુમલાના નિશાન બન્યા છે. તો બીજી તરફ ઇઝરાયલે જાહેર કર્યુ છે કે તે હવે તહેરાનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે વિશાળ માર્ગો, પુલ તથા જાહેર ઇમારતોને નિશાન બનાવશે અને એક મોટો હુમલો તહેરાનના મધ્યમાં જ કરવાની તૈયારી છે. બીજી તરફ અમેરિકા પણ મધ્ય પૂર્વમાં 10,000થી વધુ ભૂમિદળ સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યા હોવાનું વોલ સ્ટ્રીટ જર્નલ એ અહેવાલ આપ્યા હતા તો ઇઝરાયલને પણ હવે ઇરાનના મોરચે સૈનિકોની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઇરાની સૈન્યના વડા ઇયાલ ઝામીરએ સ્વીકાર્યુ હતું કે તેમના માટે ગાઝા સહિતના વિસ્તારોમાં ચેકપોસ્ટ સંભાળવા પણ પુરતા સૈનિકો નથી અને હમાસ સહિતના સંગઠનો અચાનક ઇઝરાયલ પર હુમલો કરે તો તેનાથી મોટી મુશ્કેલી સર્જાય તેમ છે. યુએઇમાં ગઇકાલે જ ઇરાની મિસાઇલનો કાટમાળ પડતા બે લોકોના મૃત્યુ થયા હતા તો ઇરાનના કોમ શહેરના રહેણાંક વિસ્તારોમાં ઇઝરાયલના હુમલામાં છ લોકો માર્યા ગયા છે અને પુરા ઇરાનમાં છેલ્લા ર7 દિવસથી ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે તો સ્ટાલીંગ ઉપર પણ મુકી દેવાયો છે. આ અમેરિકી કંપનીઓ મારફત અમેરિકી સૈન્ય ઇરાનની જાસુસી કરી હોવાનું માનવામાં આવતું હતું.
