ગલ્ફની હોટલોને ઈરાનની ચેતવણી: અમેરિકી સૈન્યને આશરો ન આપતા

ઈરાને હોટલોને નિશાન બનાવવાની ચીમકી આપી

ઈરાને ગલ્ફમાં અમેરિકી મથકો પર કરેલા હુમલાના પગલે મોટાભાગના સૈન્ય મથકો લગભગ ધ્વંશ પામ્યા છે અને અહીં અમેરિકાને લડાયક વિમાનો અને અન્ય યુધ્ધ સામગ્રી અન્યત્ર ખસેડવી પડી છે તે વચ્ચે મથકોના સૈનિકોને યુએઈ સહિતની હોટલોમાં રાખવામાં આવતા ઈરાને હવે હોટલ સંચાલકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેઓ અમેરિકી સૈન્ય માટે અડ્ડા બનશે તો હોટલો પર હુમલા કરતા અમે ખચકાશુ નહીં. સંયુકત આરબ અમિરાત સહિતની હોટલોમાં અમેરિકા દૂતાવાસના અને સૈન્યના અધિકારીઓને રાખવાની ફરજ પડી રહી છે તે સમયે ઈરાનની આ ચેતવણી અમેરિકાની ચીંતા વધારશે. ગલ્ફમાં જે રીતે ઈરાન હુમલા કરી રહ્યું છે તે જોતા હવે તેના દૂતાવાસના કર્મચારીઓ અને સૈન્ય અધિકારીઓની સુરક્ષાની ચિંતા પણ વધી છે.

રિલેટેડ ન્યૂઝ