સીએમના હસ્તે લેઉવા પટેલ બોર્ડીંગના નવનિર્મિત ભવનનું લોકાર્પણ થશે

રાજકોટ ખાતે કાર્યરત લેઉવા પટેલ બોર્ડિંગ, બાલાજી હોલ સામે, 150 ફુટ રીંગ રોડ-રાજકોટના નવનિર્મિત અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં અનાવરણ સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા.28-3-2026 ને શનિવારના રોજ સાંજે 4-30 વાગ્યે લેઉવા પટેલ બોર્ડિંગ-બાલાજી હોલ સામે રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાતના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજય કક્ષાના ઉર્જા અને પેટ્રોકેમીકલ મંત્રી કૌશિક પટેલ જયેશ રાદડિયા ધારાસભ્ય, જેતપુર – જામકંડોરણા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર છે. લોકાર્પણ /પ્રતિમા અનાવરણ વિધિ સાંજે 5-00 કલાકે, દીપ પ્રાગટ્ય સાંજનાં 5-15 કલાકે, મહેમાન ઓનું પ્રવચન: સાંજના 5-45 કલાકે,મહેમાનોનું સ્વાગત અભિવાદન સાંજના 5-30 કલાકે,ભોજન સમારંભ સાંજના 7-00 કલાકે કરાશે.
દિલીપભાઈ સંઘાણી ચેરમેન, ઈફકો, નવી દિલ્હી, પરસોત્તમભાઈ રૂપાલા સંસદ સભ્ય, રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય, રાજુભાઈ હિરપરા ઉપપ્રમુખ, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, નાથદ્વારા શિવલાલભાઇ વેકરિયા, રાઘવજીભાઈ પટેલ,પૂર્વ કેબિનેટ મંત્રી, રમેશભાઈ ધડુક, ગુજરાત મ્યુ. કાય.બોર્ડ ડો. ભરતભાઈ બોઘરા પૂર્વ ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભા.જ.પ. અલ્પેશભાઈ ઢોલરીયા પ્રમુખ, રાજકોટ જિલ્લા ભાજપ ખાસ ઉપસ્થિત રહેશે.

રિલેટેડ ન્યૂઝ